SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 12 વિનયધર્મ મનનું મૃત્યુ-વિનય - મિતેશભાઈ એ. શાહ ભૂમિકા : જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત-પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપરોક્ત વચનામૃત નિર્દેશ કરે છે કે આપણામાં માન (અભિમાન) કષાયની મુખ્યતા છે. સર્વ ગુણોનો પાયો તે સાચો વિનય છે. વિનય એટલે પૂજ્ય પુરુષો અને વસ્તુઓ પ્રત્યે અંતરનો આદરભાવ. ખરેખર તો વિનય એ આત્માનો સ્વાભાવિક ગુણ છે. ક્ષમા, સરળતા, સંતોષ, સત્ય, ત્યાગ, આર્કિચન્ય, બ્રહ્મચર્ય વગેરે આત્માના ગુણો છે તેમ વિનય પણ આત્માનો ગુણ છે, પણ અજ્ઞાની જીવ આ સ્વાભાવિક ગુણ તરફ લક્ષ ન દેતાં તેના પ્રતિસ્પર્ધી માન મોહનીય કર્મના ઉદયથી થતા અભિમાનરૂપી ભાવનું નિરંતર પોષણ કર્યા કરે છે. આ રીતે અજ્ઞાન અને ઊંધા અભ્યાસને લીધે વિનયગુણની પ્રાપ્તિ થતી નથી. વિનયનો મહિમા ઃ- આપણે જો આધ્યાત્મિક વિકાસ કરવો હશે તો વિનયગુણને અત્મસાત્ કરવો પડશે. આપણામાં કહેવત છે કે નમ્યો તે સહુને ગમ્યો, નમ્રતા એ આપણા વ્યક્તિત્વના વિકાસ માટેનું પરમઆવશ્યક અંગ છે. કુદરતમાં પણ આ ગુણનું માહાત્મ્ય છે! નદીઓ ઉન્નત મસ્તકે ઊભેલા ગિરિરાજને ભેટવાને બદલે નમ્ર, વિશાળ એવા સમુદ્રને ભેટે છે! મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી ભક્તિના વીસ દોહરામાં જણાવે છે, “અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાખું; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ’’ વિનય મૂજો ધમ્મ ધર્મનું મૂળ વિનય છે. વિનયવાન, સરળ વ્યક્તિને સદ્ગુરુની વાણીની અસર જલદીથી થાય છે. પછી ક્રમે કરીને તે જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. પરમાત્મપદની પ્રાપ્તિ માટે વિનયવાન થવું અત્યંત જરૂરી છે. જેમ ખેડાયેલી અને પોચી જમીનમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે તેમ વિનયથી પ્લાન્વિત થયેલા આત્મામાં ધર્મબોધ પરિણામ પામે છે. અહમ્ની રાખ પર જ પરમાત્માનાં દર્શન કરી શકાય છે. પૂર્વે જેજે મહાપુરુષો થયા તેઓએ અહંકારરૂપી પર્વતને ભેદીને આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. અહમ્ વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે, જ્યારે વિનય વ્યક્તિને ઊર્ધ્વગામી બનાવે છે. અહંકાર તે જ્ઞાનપ્રાપ્તિમાં ૧ 102 વિનયધર્મ GSS પરમ વિઘ્નરૂપ છે. અહમ્ રે અહમ્, તું જાને રે મરી, પછી બાકી મારામાં રહે તે હરિ.’ વિનયવાન વ્યક્તિ જીવનનાં દરેક ક્ષેત્રમાં જેવો વિકાસ કરે છે તેવો વિકાસ અહંકારી વ્યક્તિ કરી શકતી નથી. વિનય આપણને મોક્ષમાર્ગમાં લઈ જનાર પરમમિત્ર છે, જ્યારે અહંકાર આપણા માટે દુર્ગતિના દરવાજા ખોલનાર પરમરિપુ છે. વિનયી વ્યક્તિ જીવનમાં સાચી મહત્તા પામી શકે છે. વિનમ્ર શિષ્ય સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કરી આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે છે. વિનય વડે વેરીને પણ વશ કરી શકાય. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના અધિષ્ઠાતા સંતશ્રી આત્માનંદજી કહે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો આપણે આપણા નાક (અભિમાન) ને કાપતા રહેવું પડે, કારણકે નાક બહુ લાંબું છે. ઉદયરત્ન મહારાજ ‘માનની સજ્ઝાય'માં કહે છે, “રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે, વિના વિદ્યા નહિ. તો કેમ સમક્તિ પાવે રે જ્યાં સુધી સર્વ પ્રકારના અભિમાનનો ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી જીવને સમ્યગ્ દર્શન પ્રાપ્ત થતું નથી, સમ્યગ્ દર્શન વિના સાચી ચિત્તશુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થતી નથી અને ધ્યાનદશાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માટે અહંકારનો ત્યાગ સાધક માટે અતિઆવશ્યક છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયન પૈકી પહેલું વિનય અધ્યયન છે. સાધનાનો ઉપક્રમ આ પ્રમાણે છે. ઉદાસોડહં - દાસોડણું - સોડહં - અહં વિનયગુણને કેળવીએ તો સાચા ‘અહંપદ’ની પ્રાપ્તિ થાય. ૧૨ પ્રકારના તપમાં વિનયને અંતરંગ તપ ગણવામાં આવ્યું છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરંગ વિનયને દર્શાવતું આ વિધાન મનનીય છે, “અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છીએ.’’ રાવણ, દુર્યોધન, દુઃશાસન જેવા શક્તિશાળી પુરુષો અભિમાનના કારણે નાશ પામ્યા. વિનયગુણ ત્રણેય લોકમાં સુખના ખજાનારૂપ છે. માદવ (વિનય) ગુણનાપાલનથી ગૃહસ્થ સપ્ત ધાતુરહિત સુંદર શરીરના ધારક દેવ બને છે અને ત્યાંથી ચ્યવીને મનુષ્ય બની, મુનિવ્રત ધારણ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. માર્દવધર્મનું ફળ શુભ અને કઠોર પરિણામનું ફળ અશુભ છે. માન શ્રેષ્ઠ આચરણને ૭૨
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy