________________
©©ન્ડ વિનયધર્મ ©© પ્રભુ પાસે દીક્ષા લેવી હોય, તેમના બધા જ કુટુંબીજનોની વ્યવસ્થા, જવાબદારી શ્રીકૃષ્ણ વાસુદેવ કરશે તેમ જ તેમનો દીક્ષામહોત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યાર બાદ તેમણે સંયમી જીવનની અનુમોદના, સંયમમહોત્સવની પ્રભાવના અને તેઓના કુટુંબીજનોનો પ્રેમપૂર્વક સેવાધર્મ ખૂબ સારી રીતે બજાવ્યા. મન, વચન અને કાયાથી ધર્મદલાલી કરી વિનયધર્મની ફળશ્રુતિ તરીકે તીર્થંકર નામગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. શ્રીકૃષ્ણ વાસુદેવના વ્યક્તિત્વના વિનયધર્મનાં આવાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે.
આમ ધર્મકથાનુયોગમાં અનેક પ્રકારે વિનયધર્મનું નિરૂપણ જોવા મળે છે.
સંદર્ભ ગ્રંથો : જ્ઞાતાધર્મકથા સૂત્ર, ઉપાસક દશાંગ સૂત્ર, અંતગડદશા સૂત્ર ઔપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ આગમ ગ્રંથો.
(‘જૈન પ્રકાશ'ના તંત્રી રતનબહેને શ્રાવકકવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ’’ પર શોધપ્રબંધ લખી Ph.D.કર્યું છે. હસ્તપ્રતોના સંશોધનમાં તથા જૈન સાહિત્ય સત્રોના આયોજનમાં ખૂબ રસ ધરાવે છે).
4 વિનયધર્મ
| આત્મવિકાસમાં વિનયધર્મનું મહત્ત્વ
- ડૉ. કેતકી યોગેશ શાહ પરમપિતા પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એટલે પાંચમા આરાના જીવો માટે વસિયતનામું, જેનું પહેલું જ અધ્યયન વિનયનું છે. ભગવાને છેલ્લે છેલ્લે જતી વખતે પણ પહેલીપહેલી વાત વિનયની કરી, એ જ વિનયની મહત્તા દર્શાવે છે. જૈન ધર્મની શરૂઆત પણ ‘નમો’થી થાય. એવા વિનયનું આત્મવિકાસમાં સ્થાન શરૂઆતથી અંત સુધી રહેલું છે.
આત્મવિકાસ એટલે ગુણસ્થાનકમાં સોપાન. આત્માના બંધનથી વિમુક્તિ તરફની યાત્રા એટલે ગુણસ્થાનક, જે મુખ્યત્વે મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમના આધારે અવલંબિત છે. મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિમાં દર્શન મોહનીયની ત્રણ અને ચારિત્ર મોહનીયની ૨૫ પ્રકૃતિ છે. ચારિત્ર મોહનીયની ૨૫ પ્રકૃતિમાં ૧૬ પ્રકૃતિ કષાય ચારિત્ર મોહનીયની અને નવ નોકષાય ચારિત્ર મોહનીય છે. ૧૬ પ્રકૃતિ કષાય ચારિત્ર મોહનીયમાં ક્રોધ; માન, માયા અને લોભ એ ચાર મૂળ કષાયના ૪-૪ ભેદ છે. તે અનંતાનુ બં ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન. અનંતાનુબંધી કષાય જીવને અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરાવે છે, તે સમ્યક ગુણની વાત કરે છે. પ્રત્યાખ્યાન કષાય જીવને કોઈ પણ પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ કરાવવામાં બાધક બને છે, તે શ્રાવકપણાની ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય સર્વવિરતિરૂપની પ્રાપ્તિ કરાવવામાં બાધક બને છે, તે સાધુપણાની ઘાત કરે છે, સંજવલનનો કષાય યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ કરાવવામાં બાધક બને છે, તે વીતરાગની વાત કરે છે. આમ આત્મવિકાસના પાયામાં માનાદિ ચાર કષાયનો વિજય કરવાનો છે.
માન મોહનીયના વિજયથી વિનય આવે. વિનયથી જ્ઞાન આવે. વિનયના આસન વગર જ્ઞાનનાં બેસણાં થાય જ નહીં. જ્ઞાનથી સારા-નરસાનો વિવેક આવે. આત્માને માટે શું શ્રેય છે અને શું હેય છે તે વિવેક શીખવે છે. જ્ઞાનનો પર્યાય એટલે વિનય અને જ્ઞાનનો વિરોધી અથવા અજીર્ણ તે અહંકાર છે. અહંકાર વિનયનો શત્રુ છે. અહંકારનું મૃત્યુ થાય તો જ વિનયનો જન્મ થાય. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવ થઈ જાય છે. ઘમંડની ઉત્પત્તિ થતાં પોતાને શ્રેષ્ઠ માનવા લાગે છે અને સમુચિત વિનયનો લોપ થઈ જાય
હે કરુણાનિધાન ! આપના મુખકમલથી પ્રગટ થતું સનાતન સત્ય અમારા આત્માને પ્રજવલિત કરનારું છે. આપનો આ સબોધ અમારા હૃદયમાં સ્થિર થાઓ... સ્થિર થાઓ... સ્થિર થાઓ...
હે ભંતે ! આપનાં શાશ્વત વચનો સત્ય છે... તમે સર્ચ... તમેવ સર્ચ... તમેવ સર્ચ...
૩૫
-