SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ©©CQ વિનયધર્મ ©©n ચરણમાં પડીને તેમની વારંવાર ક્ષમા માગવા લાગ્યા. આમ તેઓ તે સંતના પરમભક્ત બન્યા. તન-મન-ધનથી તેમની સેવા કરવા લાગ્યા ને જીવનમાં કદી પણ અપશબ્દો નહિ બોલવાની પ્રતિજ્ઞા કરી આ ભવ-પરભવમાં સુખી થયા. તો ચાલો આપણે સૌ પણ વિનયધર્મને પ્રજ્વલિત કરીએ. જૈન ગાથાકથા-વ્યાખ્યાનને નવી ટેકનૉલૉજીના પ્રયોગથી એ સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરાવીએ, જેથી વિનયવાન - સમાજ - રાષ્ટ્ર દેશને સ્થાપી શકીએ અને વળી, આ ભવ્ય વારસાની ફોરમ આવનારા ઈતિહાસમાં લોકો વાંચે અને અનુમોદના કરે. ચાલો, તો આ શક્ય છે, આપણી સુષુપ્ત-કાર્યશક્તિ અને દુર્ગુણોને દૂર કરી સદ્ગુણોથી યુક્ત એક સ્વસ્થ સમાજ બનાવીએ. વિનયી ધર્મ... સનાતન ધર્મ કે એવો ધર્મ કે જે શારણ કરી રાખે, મનુષ્યજાતને ટકાવી રાખે... સંદર્ભ : ગીતા અને માનવજીવન -સ્વામી વિવેદિતાનંદ સંસ્કારનું ઘડતર - શ્રી જિતેન્દ્ર મુનિ સાહિત્યનું નઝરાણું - પૂ. ભુવનચંદ્રજી (જૈન ધર્મનાં અભ્યાસુ દીક્ષાબહેન મહિલા આર્ટ્સ કૉલેજ વિદ્યાનગરીહિંમતનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. તેમણે ત્રણ પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે). 4 વિનયધર્મ 1 1 વૈશ્વિક દાર્શનિક પરંપરામાં વિનયધર્મ – વિનયભાવનું ચિંતન-નિરૂપણ - બળવંત જાની આજે જગત સાંકડું બની ગયું છે. ગ્લોબલાઈઝેશનને-વૈશ્વિકરણે એકબીજાને નજીક-સમીપ લાવી દીધાં છે. વિશ્વ એક બની ગયું છે ત્યારે વિશ્વના સર્વને એક રાખનારું-એકતા અર્પનારું તત્ત્વ કંઈ હોય તો તે વિનયભાવ-વિનયધર્મ જણાય છે. અનેક ધર્મના પરિચયમાં આજે સમાજ મુકાયો છે. આવા સમયે એ હાર્દરૂપસર્વસાધારણ - યુનિવર્સલ તત્વ કંઈ હોય તો તે વિનયભાવ અને વિનયધર્મ છે. એ વિનયધર્મ સંદર્ભે જૈન ધર્મમાં પ્રવર્તતા આ ભાવને આલેખવાનો ઉપક્રમ અહીં જાળવ્યો છે. ભારતીય અને પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રમાં ઘણાં વૈષમ્ય વિચાર સંદર્ભે અવલોકવા મળશે પણ સામ્ય ઘણાં છે. આ સામ્યતા અખિલાઈ સંદર્ભે છે. અખિલાઈમાં સમગ્રતામાં કેન્દ્રસ્થાને વિનય-નમ્રભાવ છે. વ્યક્તિ અભ્યાસી હોય, પદધારી હોય કે પદવિહીન હોય, પણ એમાં વિનયધર્મભાવ અનિવાર્ય છે. મંડનમિશ્ર અને શંકરાચાર્યના સંવાદમાં વિવાદ હતો, પણ એ વિનયથી સુશોભિત હતો. ભારતીય દર્શનમાં અને પાશ્ચાત્ય દર્શનમાં સમાનરૂપે સૂત્ર પ્રવર્તે છે તે ‘વિદ્યા વિનયથી શોભે છે.’ ભારતમાં ત્રણ મત પ્રબળપણે પ્રચલિત છે. એમાં સનાતન, જૈન અને બૌદ્ધ દર્શનમાં બધે જ કેન્દ્રસ્થાને વિનયવર્તન-વિનયભાવ છે. પશ્ચિમમાં ક્રિશ્ચિયન, જરથુષ્ટ્ર, તાઓ, કફ્યુશિયસ કે ઈસ્લામ કોઈ પણ ધર્મદર્શનનું વિચારતત્વ તો વિનયના પાયા પર મંડિત છે. ટેન કમાન્ડમેન્ટોમાં કે કફ્યુશિયસનાં, જરથુષ્ટ્રનાં બાધવચનોમાં - સૂત્રાત્મક રીતે વિનયનો નમ્રભાવનો સ્વીકાર છે. વ્યક્તિ માટે, ભાવક-ભક્ત માટે એનું હોવું અનિવાર્ય છે. - ઈશુએ કહ્યું કે, ‘તને કોઈ એક ગાલે તમાચો મારે તો તું બીજો ગાલ ધરજે.' એમણે તો એમના અનુયાયીઓને પણ કહ્યું કે, “મને પથ્થર ફેંકી રહેલા, ગાળો ભાંડી રહેલાને તમે શિક્ષા નહીં, પ્રેમ આપજો. તેઓને ખબર નથી કે હું શું કરું છું. તેઓને ખબર નથી કે તેઓ શું કરે છે. દઢ બનીને મને ચાહજો.’ મહંમદસાહેબે પણ એમના પરત્વે ક્રોધ, દ્વેષ, અવગણના રાખનારા પરત્વે પ્રેમ વહાવેલો. એમના સારા માટે દુઆ-પ્રાર્થના કરેલી. સૂફી મહિલાસંત રાબિયાએ તો એની ખબર માતાને :અમૃતઝરા લાગે તારાં નેહ નીતરતાં નયનો હે વિશ્વજનની, તારાં ચરણે તીર્થોત્તમ માં, તારો તુંકારો એ મારી પદવી ને વેણ વણ વરદાન જગતની સર્વ જનનીને વંદુ વારંવાર, -ક ૨૦૭ - ૨૦૮ ૦
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy