SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ©©ન્દ્ર વિનયધર્મ ©©s વિદ્યાગુરુ પ્રત્યે વિદ્યાર્થીનો વિનયભાવ” - પ્રફુલ્લ એ. મહેતા ભારતવર્ષ પ્રાચીનકાળથી વિદ્યા-કેળવણી-જ્ઞાન-સંશોધન વગેરેમાં આખી દુનિયાથી આગળ હતું. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા-નાલંદામાં ઈસ. ૭૦૦માં સ્થપાયેલી. ત્યારે ત્યાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા, જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, ૬૦ જુદાજુદા વિષયોનો અભ્યાસ કરતા હતા. વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યાનું મૂળ વિનય છે. વિદ્યા પ્રાપ્ત કરવા વિદ્યાગુરુ જરૂરી છે, તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે ગુરુનો આપણા પર ખૂબ જ ઉપકાર છે, જે અમૂલ્ય છે. એટલે વિદ્યાર્થીનો પ્રથમ ગુણ, વિદ્યાગુરુ પ્રત્યે વિનયભાવ હોવો જોઈએ. કેટલાક શિષ્યો તો ગુરુને જ સમર્પિત થઈ જતા. તેઓનો વિનયભાવ કેવો ઉત્કર્ષ હતો, તેનાં દૃષ્ટાંતો આગળ ઉપર જોઈશું. શિક્ષા-વિદ્યાના સંદર્ભમાં, વિદ્યાગુર (શિક્ષક) પ્રત્યે વિદ્યાર્થીનો વિનયભાવ, પ્રાચીન સમયમાં, મધ્ય યુગમાં અને અર્વાચીન યુગમાં (૨૦-૨૧મી સદી) કેવો રહ્યો, તે અંગે આપણે માહિતગાર થઈશું. હાલમાં ચાલતી "Residential Schools" એ આ સદીનું સંશોધન નથી. Residential Schools તો સિમેન્ટનાં જંગલોમાં છે. જ્યારે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ ઉપવનમાં તેમના આશ્રમમાં રાખીને વિદ્યા, કેળવણી, જ્ઞાન તથા શસ્ત્રો ચલાવવાની ટ્રેનિંગ સાથે વ્યાવહારિક જ્ઞાન ઉપલબ્ધ કરાવતા. આવા વિદ્યાગુરુ પ્રત્યે, વિદ્યાર્થીને વિનયભાવ થાય તે સહજ છે. રાજા-મહારાજાઓ તેમના રાજકુમારોને મહેલથી દૂર, વિદ્યાભ્યાસ માટે વિદ્યાદાન જેમના માટે પ્રભુભક્તિ સમાન હતી, તેવાં ઋષિમુનિના ઉપવનમાં મોકલતા હતા. વિદ્યાર્થીનો ગુરુ પ્રત્યે વિનયભાવ એટલે શું ? વિનયભાવની કોઈ વ્યાખ્યા ન થઈ શકે. ગુરુજી પ્રત્યેનો પ્રેમ, લાગણી, અહોભાવ, ભક્તિભાવ તથા ઋણભાવ જે વિદ્યાર્થીની ક્રિયાઓમાં, વ્યવહારમાં, વર્તનમાં અનેક રીતે પરિવર્તિત થતો હોય છે. આ સમજવા માટે આપણે અમુક દુર્લભ-શ્રેષ્ઠ દૃષ્ટાંતો જોઈશું, જેમાં શિષ્યો સંપૂર્ણપણે ગુરુજી સમર્પિત હોય છે. (૧) એકલવ્ય-ગુરુ દ્રોણાચાર્ય : કૌરવો-પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય પાસે એકલવ્ય વિદ્યાભ્યાસની યાચના કરે છે, - ૧૯૯ ૨ છ Q4 વિનયધર્મ CCT પરંતુ તે શુદ્ર હોવાથી, ગુરુ તેને શિક્ષાભ્યાસ માટે ગેરલાયક ગણે છે. ત્યાર બાદ એકલવ્ય ગુરુની મૂર્તિ બનાવીને તેમાંથી પ્રેરણા લઈને વિદ્યાભ્યાસ કરે છે. તેની શ્રદ્ધાભક્તિ અને ગુરુમાં વિશ્વાસને કારણે તે બાણવિદ્યામાં શ્રેષ્ઠ થાય છે. દ્રોણાચાર્યે આ જાયું કે એકલવ્ય તો અર્જુનથી પણ બાણવિદ્યામાં અદકેરો છે, તેથી તેઓ એકલવ્ય પાસે ગુરુદક્ષિણામાં ‘અંગૂઠો” માગે છે અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એકલવ્ય પોતાનો “અંગૂઠો'' કાપીને ગુરુદેવનાં ચરણમાં મૂકે છે !!! આથી વિશેષ કોઈ ગુરુભક્તિ-ગુરુદક્ષિણા હોઈ શકે ખરી !!! (૨) કર્ણ-ગુરુ પરશુરામ : ગુરુ દ્રોણાચાર્યથી વિપરીત, પરશુરામજી ફક્ત શુદ્રોને જ શિષ્યો બનાવતા હતા. ક્ષત્રિયોનો પૃથ્વી પરથી નાશ કરવાની તેમની પ્રતિજ્ઞા હતી જેથી તેઓ ક્ષત્રિયોને શિષ્ય તરીકે સ્વીકારતા નહીં. કર્ણ તેમની પાસે શુદ્ર તરીકે વિદ્યાભ્યાસ કરતો હતો. એક સમયે પરશુરામજી કર્ણના ખોળામાં માથું મૂકીને સૂતા હતા ત્યારે એક ભમરો કર્ણના પગે કરડે છે. જો કે તેને દૂર કરવા માટે પગ હલાવે તો ગુરુદેવની નીંદર બગડે, તેવા ભાવ સાથે કર્ણ ભમરાની વેદના સહન કરે છે. ભમરાએ કર્ણને એટલી ઈજા કરી કે લોહી વહેવા લાગ્યું અને તે ગુરુદેવને સ્પર્શતા તેઓ જાગી જાય છે અને કર્ણની સહનશીલતા જોઈને આશ્ચર્ય પામે છે અને ગુસ્સે થઈને કહે છે કે, “તું ક્ષત્રિય જ છે, તો જ આટલી સહનશક્તિ હોય, તેં મારી સાથે બનાવટ કરી. હું તને શ્રાપ આપું છું કે તું ખરા સમયે જ મારી શીખવેલી વિદ્યા ભૂલી જઈશ !!!” ઉપરોક્ત બન્ને દૃષ્ટાંતોમાં બન્ને શિષ્યો ગુરુજી કરતાં અદકેરા ઊપસી આવે છે. વાચકોની સહાનુભૂતિ તથા પ્રેમ અને માનની લાગણી શિષ્યો માટે થશે, કારણકે તેઓનો વિનયભાવ-ગુરુપ્રેમ અદ્ભુત હતો. ગુરુજી સામે યુદ્ધમાં શિષ્યો શસ્ત્રો પણ ન ઉપાડતા એવો શિષ્યોનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ હતો. સમય જેમ સરતો ગયો અને પ્રાચીનમાંથી આપણો સમાજ અર્વાચીન યુગમાં ૨૧મી સદીમાં પ્રવેશતાં ગુરુજી પ્રત્યેનો વિનયભાવ ક્ષીણ થતો જાય છે. બધા વાચકોને એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા કરું છું કે, “તમો તમારી એસ.એસ.સી. કે ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કર્યા પછી, તમારી કૅરિયર શરૂ કરતાં પહેલાં તમારા શિક્ષકો, જેમના થકી તમો આ મંજિલ મેળવી, તેમના આશીર્વાદ લેવા ગયેલ કે ? શું તે અત્યંત જરૂરી નથી ? આ ક્રિયાથી તમો ઋણસ્વીકાર કરી, તમારો અહોભાવ વ્યક્ત કરી શકો. “વિનય વગર વિદ્યા ન ચડે” તે આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે. * ૨૦૦
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy