SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ CC જ્ઞાનધારા ex વિદ્યામંદિર, અમદાવાદમાંથી પ્રાપ્ત થઈ છે. કુ પ્રતનું લેખનવર્ષ સં. ૧૬૭૧ છે. કૃતિ ૧૪૭ કડીની, બે ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈબંધ છે. પ્રથમ ખંડને અંતે કવિનામ ગુણસૌભાગ્ય, બીજા ખંડને અંતે કવિનામ જયવંતસૂરિ અને પ્રતની મ્બિકામાં કિધામ કુબરી અપાયાં છે. કૃતિને અપાયેલું ‘ચંદ્રાયણિ’ નામ કૃતિમાં નહિ, પણ પુષ્પિકામાં મળે છે. સંપાદકે ‘ચંદ્રાયણિ’ શબ્દની સમજ આપતાં જણાવ્યું છે કે, આમ તો એ કુંડળિયા પ્રકારના છંદબંધનું નામ છે, પણ એવો છંદ અહીં પ્રયોજાયો નથી. એટલે સંપાદકે આ ‘ચંદ્રાયણિ’નું અર્થઘટન એ રીતે કર્યું છે કે પ્રથમ ખંડમાં સંયોગ સુધીની શૃંગારની ચડતી કળા વર્ણવાઈ છે અને બીજા ખંડમાં વિરહદશાનું આલેખન છે, જાણે કે ચંદ્રના શુકલ અને કૃષ્ણપક્ષ. જોકે, આવો તર્ક એમણે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે દર્શાવ્યો છે. કૃતિપરિચય આસ્વાદલક્ષી બન્યો છે. *. ૨. ‘સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ' : અગાઉ પ્રકાશિત થયેલી છે. આ કૃતિની પાંચ પ્રતો પ્રાપ્ત થઈ છે. ૧) લા. દ. ભા. સં. વિદ્યામંદિર, કુ પ્રત, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની ખ પ્રત, ૩) પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાની ૨) પ્રત, તેમ જ અગાઉ પ્રકાશિત કૃતિમાં ઉપયોગમાં લેવાયેલી બે પ્રતો ૧) કાન્તિવિજયજી શાસ્ત્રસંગ્રહની ગ પ્રત અને ૨) ખંભાતના નીતિવિજય શાસ્ત્રસંગ્રહની ઘ પ્રત. અહીં ક, ખ હસ્તપ્રતોને આધારે કૃતિની વાચના તૈયાર કરાઈ છે. બાકીની પ્રતોનાં પાઠાંતરો નોંધાયાં છે. દુહા અને ચંદ્ર છંદની આ કૃતિ ૪૧ કડીની ફણુ સ્વરૂપની છે. હસ્તપ્રતમાં દુહાને ફાગ નામથી ઓળખાવાયા છે. કૃતિપરિચય આસ્વાદલક્ષી છે. *. ૩. ‘સીમંધરસ્વામી લેખ’માં કવિનામ જયવંત પંડિત મળે છે. આ કૃતિનું રચનાવર્ષ ઇ. ૧૫૪૩ હોવાનું કનુભાઈ શેઠે ‘શૃંગારમંજરી’ના સંપાદનમાં જણાવ્યું છે, પણ જયંતભાઈને એ વર્ષ સ્વીકાર્ય નથી, કેમકે ‘શૃંગારમંજરી’ ઈ. ૧૫૫૮માં કવિએ લઘુવયે રચી છે એમ કવિ પોતે જણાવે છે. એ રીતે જોતાં ઈ. ૧૫૪૩માં કવિની ઉમર દસેક વર્ષથી વધુ ન હોઈ શકે. કૃતિ ૫ ઢાળ, ૪૨ કડીની છે. સંપાદકને આ કૃતિની છ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે, જેમાંથી ચાર પ્રતો લા. દ. ભા. સં. વિદ્યામંદિરની છે. (ક, ખ, ચ, છુ), બીજી બે લીંબડી ભંડારની ૨૫૧ PC C જ્ઞાનધારા ગ પ્રત અને હે. જૈન જ્ઞાનમંદિર, પાટણની ઘ પ્રત. *. ૪. ‘સીમંધર જિન ચંદ્રાઉલા સ્તવન' : ચંદ્રાવળા બંધમાં રચાયેલી ૨૭ કડીની રચના છે. વિષય ક્ર. ૩ની કૃતિને મળતો છે. સંપાદકને આની ચાર હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. બે પ્રતો શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની કુ, ગ, પ્રત, એક લા. દ. ભા. સં. વિદ્યામંદિરની ખ પ્રત અને એક હે. જન. જ્ઞાનમંદિર, પાટણની ઘ પ્રત. ઉપરાંત એક મુદ્રિત પાઠ પ્રાપ્ત છે. (ચ). કુ પ્રતનું લેખનવર્ષ સં ૧૬૩૫ છે જે ઉપલબ્ધ પ્રતોમાં સૌથી જૂની છે. *. ૫ ‘નેમિનાથ - રાજિમતી બારમાસ પ્રબંધ' : દેશી, દુહા અને વોટક એ ત્રણ પ્રકારના પદ્યબંધવાળી ૯૬ કડીની આ રચના છે. આ કૃતિની સાત પ્રતો પ્રાપ્ત થઈ છે. જેમાં ત્રણ પ્રતો લા. દ. ભા. સં. વિદ્યામંદિરની ક, ખ, ગ, એક પ્રત આત્મારામ જૈન જ્ઞાનમંદિર, વડોદરાની ઘ, પ્રત, એક પ્રત અગરચંદ નાહટાની મો. દ. દેશાઈએ ઉતારેલી ચ પ્રત. લીંબડી ભંડારની છુ, પ્રત અને હે. જૈન. જ્ઞાનમંદિરની જ પ્રત. ક્ર. ૬ ‘બાર ભાવના સજ્ઝાય' : દેશીબંધ ઢાળ અને ત્રોટકના પદ્યબંધમાં ૩૯ કડીની, મોક્ષમાર્ગના સાધનરૂપ બાર ભાવનાઓને વર્ણવતી રચના છે. .આ કૃતિની કેવળ એક જ પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. એને આધારે વાચના તૈયાર કરાઈ છે. પ્રત ૧૭મી સદીની હોવાનું અનુમાન છે. ‘જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ' પુસ્તકનું આ સંપાદન જયંતભાઈની સંપાદક - સંશોધક - વિવેચક - આસ્વાદક તરીકના સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. (૩) પ્રાચીન - મધ્યકાલની સાહિત્યસંગ્રહ : જયંતભાઈ એમના જીવનના અંતિમ તબક્કામાં જે મહત્ત્વનાં કૃતિ-સંપાદનનું કામ પૂરું કરી ગયા તે ગ્રંથ છે ‘પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યસંગ્રહ'. મોહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત કૃતિઓના સંશોધિત પુનઃસંપાદનનો લગભગ ૮૦૦ પાનાંનો આ દળદાર ગ્રંથ છે. આ ગ્રંથસંપાદન પાછળની થોડીક પાર્શ્વભૂમિકા જાણવી રસપ્રદ થશે. મોહનભાઈએ ઇ. ૧૯૧૨થી ’૧૯ સુધી ‘શ્રી જૈન શ્વે. કૉન્ફરન્સ હેરલ્ડ’નું અને ઈ. ૧૯૨૫થી ’૩૦ સુધી ‘જૈનયુગ’નું તંત્રીપદ સંભાળેલું. એ બે સામયિકો ૨૫૨
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy