SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 આ કૃતિનું સંપાદન કરેલું હતું, જે અહીં સ્વલ્પ સુધારા સાથે સમાવિષ્ટ છે. ૪૨૯ કડીની, ૨૨ ઢાળની આ રચના દુહા-દેશીબંધ છે. આ છયે કૃતિઓનાં કથાનકોના તુલનાત્મક અભ્યાસમાં, જુદીજુદી કૃતિઓમાં જોવા મળતા વસ્તુના ફેરફારો, સ્થળ અને વ્યક્તિ-નામના ફેરફારો, કથાપ્રયોજનોમાં વરતાતાં સૂક્ષ્મ પરિવર્તનો, શૈલીભેદો, કથાના આરંભે આવતાં મંગલાચરણોના તફાવતો, વસ્તુ સંરચનાના ભેદો, વર્ણનોના ભેદો, ચિંતન-ઉપદેશના ભેદો, પાત્રોના મનોભાવચિત્રણના ભેદો, પ્રસંગ નિરૂપણરીતિના ભેદો - આ બધાનાં સંપાદકે અતિઝીણવટભય નિરીક્ષણો નોંધ્યો છે. આ રીતે એક જ વિષય લઈને સર્જાયેલી આ છ મધ્યકાલીન જૈન કથાત્મક કૃતિઓની સંકલિત માહિતી રજ કરતો તુલનાત્મક અધ્યયનનો આ ગ્રંથ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના પ્રદાન સમો છે. સંપાદકે વાચના માટે પસંદ કરેલી હસ્તપ્રત સિવાયની અન્ય પ્રતોમાંથી મહત્ત્વના પાઠાંતરો નોંધ્યા છે. જ્યાં અન્ય પ્રતનો પાઠ વધુ સ્વીકાર્ય જણાયો છે ત્યાં કુ પ્રતનો પાઠ સ્થાનાંતરિત કર્યો છે. સંપાદકે પ્રત્યેક કૃતિનાં વિસ્તૃત ટિપ્પણો આપ્યાં છે. એમાં શબ્દો કે પંક્તિ-ખંડોની અર્થચ્છાયાની ચર્ચા કરાઈ છે. જ્યાં અર્થ સ્પષ્ટ થતો નથી ત્યાં કવચિત્ પ્રશ્નાર્થ મૂકીને અર્થને સંભાવનારૂપે સૂચિત કર્યો છે. વાચનાના પંક્તિખંડોના અન્વયાર્થો પણ અનેક જગાએ બેસાડી આપ્યા છે. મોટા પ્રમાણમાં જોવા મળતા પારિભાષિક શબ્દોનો માહિતીપ્રદ પરિચય અપાયો છે, જેમ કે પંચમહાવ્રત, સંલેહણ, નવયનિહાણ, ચારિ-બુદ્ધિ, નવતત્વ, આર્તધ્યાન જેવા શબ્દો સંદર્ભે એની પર્યાપ્ત માહિતી અહીં અપાઈ છે. તો સાથે, વાચનામાં સુલસા, ચાર પ્રત્યેકબુદ્ધ, જંબૂક માર, શ્રેણિકની નારી ચેલણાનાં નામો નિર્દિષ્ટ થયાં હોય તો અહીં ટિપ્પણમાં એમનો પણ સંક્ષિપ્તન પરિચય અપાયો છે. વિનયસમુદ્ર વિરચિત ‘આરામશોભા ચોપાઈ'ની પાંચમી કડીની બીજી પંક્તિ આ પ્રમાણે છે : દેવતત્ત્વ આરાધતાં થાઈ નિર્મલ બોધિ'. આ પંક્તિમાં જયંતભાઈને દેવતત્ત્વ' શબ્દનો કશો અર્થ ન બેસતાં એમણે ‘દવ્ય (દ્રવ્ય તત્ત્વ ૨૪૯ ૪ XXXC şiI4&I I XXX પાઠ કપ્યો છે, પણ જૈન ધર્મમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણેની ઓળખ તત્ત્વ તરીકે થયેલી જ છે, એ હકીક્ત એમનાથી ચૂકાઈ ગઈ લાગે છે. આ સંપાદનની વિશેષ લશ્રુતિ છે ગ્રંથને છે. પ્રાપ્ત થતો આ છયે કૃતિઓનો સંયુક્ત એવો વર્ણાનુક્રમિક સમૃદ્ધ સાર્થ શબ્દકોશ. વાચનામાં આવતા કેટલાક અલ્પપરિચિત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દશ્ય, હિંદી, રાજસ્થાની, ફારસી શબ્દો પણ એમાં સમાવિષ્ટ કર્યા છે. આ શબ્દકોશની સાથે સંપાદકે વનસ્પતિકોશ જુદો તારવીને આપ્યો છે. આમ શબ્દકોશ, વનસ્પતિકોશ, દેશીઓની સૂચિ અને મહત્ત્વની સંદર્ભસૂચિ ભાવિ સંશોધનકારો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય એમ છે. (૨) જયવંતરિની છ કાવ્યકૃતિઓ : ૧૬મી સદીના મધ્ય અને ઉત્તરાર્ધનો કવનકાળ ધરાવતા જૈન સાધુકવિ શ્રી જયવંતસૂરિની કવિપ્રતિભાથી જયંતભાઈ અત્યંત પ્રભાવિત હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એમણે આ કવિની સમગ્ર કવિતાનું સંશોધિત સંપાદન કરવાનું લક્ષ્ય રાખેલું, પણ એમનું નિધન થતાં એ કામ અપૂર્ણ રહ્યું, પરંતુ આ કવિની કાવ્યકૃતિઓનાં હસ્તપ્રત-સંપાદનો એમણે તૈયાર કરેલાં તે કૃતિઓ છે : ૧) સ્થૂલભદ્ર ચંદ્રાયણિ', ૨) સ્થૂલભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ', ૩) સીમંધરસ્વામી લેખ', ૪) સીમંધર જિન ચંદ્રાઉલા સ્તવન', ૫) નેમિનાથરાજિમતી બારમાસ પ્રબંધ' અને ૬) ‘બાર ભાવની સજઝાય'. આમાંથી ક. ૧ અને ક. ૩ એમણે ‘ફાર્બસ ગુજરાતી સભા' વૈમાસિકના અંકોમાં તેમ જ ક. ૪ અને ક્ર. ૬ ‘અનુસંધાન'ની પુસ્તિકાઓમાં પ્રકાશિત કરી હતી. બાકીની ક્ર. ૨ અને ક્ર. પનાં સંપાદનો પણ તૈયાર કરેલાં હતાં. આમ કુલ છ કૃતિઓનાં હસ્તપ્રત- સંપાદનો એમના નિધન પછી એમના પરિવારે ‘ગુર્જર ગ્રંથરત્ન' દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યા છે. (એપ્રિલ, ૨૦૧૦). આ છ એ કૃતિસંપાદનોમાં જયંતભાઈએ કતપરિચય, કૃતિપરિચય, પ્રતપરિચય, પાઠસંપાદન પદ્ધતિ, વાચના, અન્ય પ્રતનાં પાઠાંતરો અને સાથે શબ્દકોશ આપ્યાં છે. ક્ર. ૧. ‘સ્થૂલભદ્ર ચંદ્રાયણિ'ની બે હસ્તપ્રતો (ક, ખ, લા. દ. ભા. સં. - ૨૫૦
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy