SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ते रसोईने जनावतां धयेस असज्य ते उडायनां अधोनी विराधमानी અનુમોદનાનો દંડ, તમને લાગી જાય છે. કોકનાં ઘરે અથવા તમારાં ઘરે રખાટોલ જયણાયુક્ત ભક્ષ્ય ભોજનનું જમણ પણ મનથી ગમાડવાં જતાં અઘવા વાણીથી પ્રશંસા કરવાથી, આપણને અસંખ્ય તેઉકાયનાં જ્યોતી વિરાધનાનાં ાગીદાર બનાવી દે છે. (94) આજે, દિવાળીનાં દિવસોમાં, આપણાં ઘણાં-ખરા જૈનો, ટાકડાં ફોડવામાં જોડાય છે . ઘણાં માતા-પિતા પોતાનાં સંતાનોને તે અંગે પ્રેરણા પ્રોત્સાહન પણ આપે છે. અસંખ્ય તેઉકાયનાં જીવોની હિંસામાં આ રીતે જોડાવું અથવા જોડાવવા માટે સંતાનોને પ્રોત્સાહન આપવું, તે તો જૈનો માટે જરાય ઉચિત નથી. (૧૬) આ દિવાળીમાં ઘણાં જૈનો ચોપડાં પૂજન, લક્ષ્મી પુજન ક ગણેશ પૂજનાદિ નિમિત્તે અગરબત્તી, દીવો, આરતી વગેરેનાં માધ્યમ, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધનામાં જોડાય છે, તે પણ ઉચિત નથી. કારણ કે, દેરાસરમાં રહેલ ઐજનરાલાકાં- પ્રતિષ્ઠાવાળાં પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવા જેમને મળેલ હોય, એવાં જૈનો માટે, અન્ય દેવ દેવી નિમિત્તે ધૂપ, અખંડ દીવો, અગરબત્તી, આરતી વગેરેની બિનજરૂરી વિરાધનામાં જોડાવાની કોઈ આવશ્યકતા નથી. પૈસાનાં પુજારી થવાં માટેની ખોટી ઘેલછાંને લીધે લક્ષ્મી પૂજનમાં, ગણેશા પૂજામાં જોડાઈને મિથ્યાત્વનું પોષણ તો ભૂલથી પણ શ્રાવકોએ ન કરાય. પૈસાનાં પૂજારી થવાં માટે, આ પ્રભુનું શાસન આપણને નથી મળ્યું. પરંતુ, પ્રભુનાં પૂજારી થઈને ટૂંક સમયમાં જ પ્રભુની પૂજાનાં માધ્યમે આપણામાં રહેલી પ્રભુતાને પ્રગટાવીને, આપણે પ્રભુતુલ્ય થવાનું છે. પૈસો મળે છે પુણ્યનાં આધારે અને પ્રભુ મળે છે. પાત્રતા- પુરુષાર્થનાં આધારે તમારું પ્રાક્ય જો બળવાન હો તો લક્ષ્મી પૂજન અને ગણેશ પૂજન ન કરવાં છતાંય, સામે ચાલીને પૈસો આવશે. બીજી બાજુ, પુણ્ય જો પરવારેલું હોય તો લાખો પ્રયત્નો અને અનેક લક્ષ્મી પૂજનાદ કરાવવાં છતાંય પૈસો નહી મળે. હવે શું કરવું છે,? ચોપડાં- પૂજન પણ જૈનો માટે નથી જ. પરંતુ, જેમને જ્ઞાન પૂજન નો ધર્મ નથી મળ્યો, એવાં અતો આ બધામાં જોડાય, તો હજુ ચાલે. પરંતુ, દિવાળીનાં દિવસોમાં, હોશે-હોરો, આ બધામાં નો જોડાય, તે કેટલું ઉચિત ગણાય ! એટલે, આ બધામાં અશ્વેતો જોડાય તો ચાલે, પરંતુ જૈનોએ તો ન જ જોડાવાય. ૫. हिवाणीनी रभरजोमा मोत्र- शोणं- होटल - हील स्टेशने इश्युं कोरे મનોરંજનમાં પણ આપણાંથી જોડાવાય નહીં. કારણ કે, દિવાળીની તહેવાર તો અજૈનો માટે છે. આપણાં માટે તો ‘દિવાળી પર્વ ડીધેલ છે. એકની એક દીકરો અથવા તો પોતાનાં પૂજ્ય માતા-પિતાદિ નજીડનાં કોઈ સ્નેહીજનો, જે દિવસે મૃત્યુ પામ્યાં હોય, તે તિથીનાં દિવસે, મોજ-શોખ-જાનાદિ ન કરાય. પરંતુ, વિશેષથી ધર્મ- આરાધના, તપ-ત્યાગાદિ કરાય . જો આલોકનાં ઉપકારી એવાં માતા-પિતાનાં મૃત્યુનાં દિવસે પણ ને મોજ-શોખ ન કરાય, તો પછી, આલોક + પરલોકનાં તેમજ ભવભવનાં આપણાં પરમ ઉપકારી એવાં ત્રણ લોકનાં નાથ, પ્રભુ વીરનું નિર્વાણ દિવાળીનાં દિવસે થયેલ હોવાથી, તે નિમિત્તે, મોજ-શોખાદિ છોડીને દિવાળીનો છઠુ કરવો, એ જ આપણાં માટે ઉચિત છે. તે નિમિત્તે, કરવાનું અથવા હોટલાદિનો પ્રોગ્રામ તો કઈ રીતે ગોઠવી રાકાય ? દિવાળી નિમિત્તે પૂરાં ઘરની સાફસફાઈમાં જોડાઈને અસંખ્ય અપકાય, કરોળિયાંનાં જાળાં તોડવાથી, જીવોની વિરાધનામાં, સમજુ શ્રાવકોએ જોડાવાય નહીં, અદ્ભૂતાન રૂપ અંધકારનો નાશ કરનારાં, બાવ દીપક સ્વરૂપ પ્રભુ, હવે મોક્ષે ચાલ્યાં ગયાં હોવાથી, તેમનાં પ્રતિક રૂપે દ્રવ્ય દીપક [દીવડાંઓ) ઘરોમાં પ્રગટાવી શકાય. પરંતુ, માત્ર દેખાદેખીથી, ઘરને સજાવવા, દિવાળી મનાવવા, આ દિવસોમાં ઘરે દીવડાં ન રખાય - (92) તમારાં જીવનમાં ચાલતી તેઉકાયનાં જીવીની વિરાધના કદાચ પૂરેપૂરી રીતે અટકાવવી તમારાં માટે શક્ય ન બને, પરંતુ, જો જાગૃતિ રખાય, તો આ વિરાધનાને ઘટાડવામાં, સફ્ળતા અવશ્ય મળી રાડે. એટલે, તેઉકાયની હંસા પણ ઓછી થાય અને જે થાય તેમાં પણ સતત ડંખ-પશ્ચાતાપવેદના રાખવાથી, કર્મબંધ પણ અલ્પ થાય. આવી જાગૃતિ રાખનારાં શ્રાવક રત્નો, આજે પણ પ્રભુનાં જયવંતા શાસનમાં વિદ્યમાન છે. દા.ત.: ગૃહસ્થ અવસ્થામાં રહેલ જૂનાગઢનાં રમાબેનને નિયમ છે કે, કોઈપણ લાઈટની સ્વીય ચાલુ કરતાં અથવા ફોન ઉપાડતાં અથવા રસોઈ માટે ગેસ રાાબુ કરતાં પૂર્વે, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના નિમિત્તે પોતાનાં ઘરે રાખેલ જીવદયાની પેટીમાં, ઇંડરૂપે ૧-૧ પાવલી નાંખવી અને વરસનાં અંતે, તે રકમ ભેગી કરીને જીવદ્યામાં વાપરી નાંખે, આ દ્રષ્ટાંત તો જૂનાગઢનાં ગામડાંનું અને ૧૨-૧૩ વર્ષો પૂર્વેનું છે. એટલે પાવલીનો દંડ રાખેલ હતો. પરંતુ, તમારાં વિસ્તારમાં તો સ્વીચ ચાલું કરતાં, દરેક વખતે, રૂપિયાનો દંડ રખાય તો પણ વાંધો ન આવે. (૧)
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy