SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 2 સિદ્ધચક્ર માહાસ્ય આરાધના કરવાથી પણ બધાની આરાધના જ થાય છે, એ સત્ય સૌ કોઈને કબુલ છે તેને કોઈ વિરોધ કરી શકે જ નહિ, પણ છતાં સર્વકાળના સર્વની આરાધનાની જેમાં મુખ્યતા હોય એવા તહેવાર વિશેષતાને પ્રાપ્ત કરે એ વસ્તુ ખુલ્લી જ છે. હવે આખા વરસ દરમિયાન એ તહેવાર આવતે હોય તે તે બતાવી આપે કે જેમાં આખા સમૂહની ઉપાસના-આરાધના મુખ્યતાઓ રહેલી છે. એ તહેવાર તેજ આ નવપદ આરાધનાને” પ્રસંગ છે અને તેથી જ એ પ્રસંગ આવેલે જઈને ધર્મપ્રિય આરાધકો રાજી થાય છે. નવપદારાધનની આ મહત્તા તમે જોઈ છે. નવપદારાધન કેમ મહત્વ પામે છે એ તમે તપાસ્યું છે. એમના આરાધનની મુખ્યતા કબુલ રાખ્યા પછી હવે એ નવે પદેને વિચાર એ આપણું કર્તવ્ય છે. એ નવપદે તે આ પ્રમાણે છે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) દશન (૭) જ્ઞાન (૮) ચારિત્ર (૯) તપ, હવે અનુક્રમે-એ નવે પદને એક પછી એક વિચાર કરીએ.
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy