________________
ભાષા કાંઈક કડક લાગવાને સંભવ છે. પરંતુ જે સમયે આ વ્યાખ્યાને આપવામાં આવેલા તે પરિસ્થિતિને જો વિચાર કરવામાં આવે તો તેમાં કંઈ અવાસ્તવિક નથી. બધી રીતે વિચારતાં હેતુ, યુક્તિ, દલીલ પુરઃસર સમજવા માંગનાર માટે આ વ્યાખ્યાનોમાં જે સંભારભર્યા છે તે દષ્ટિએ તેનું મૂલ્યાંકન થશે તે તે ઈષ્ટ ગણાશે.” - શ્રીશ્રીપાલચારિત્ર એ કર્મ પુદગલની લીલાનું ચિત્ર છે. તેમાં અકામનિર્જરા અને સકામનિર્જરાનું અર્થાત્ કર્મયુગલના સ્વપર્યાયપરિણમનનું અને તે કારણે હતા જીવના પરપર્યાયપરિણમનનું જેમ ચિત્ર છે; તેજ રીતે જીવના સ્વપર્યાયપરિણમનનું અને કર્મના પર્યાય પરિણમનનું પણ ચિત્ર જોવા મળે છે. કર્મપુદગલના સ્વપર્યાયપરિણમન એજ જીવના પરપર્યાયપરિણમન છે; અને તે છે અકામનિર્જરા અને તે આ કથાની શરૂઆતમાં શ્રીશ્રીપાલની
ગગ્રસ્ત દશા અને તેના સેવતીઓના વર્ણનમાં જોવા મળે છે; જ્યારે જીવનું સ્વપર્યાયપરિણમન એજ કર્મયુગલનું પરપર્યાયપરિણમન છે અને તે છે સકામનિર્જરા; અને તે પણ આ કથામાં મયણા સુંદરીના દમનોભાવમાં મૂર્ત થાય છે. કર્મની પ્રબળતાના કારણે જીવ જાણે અજાણ્ય જે સુખદુઃખ અને રાગદ્વેષ અનુભવે છે; રાગદ્વેષ કરે છે, ક્રોધ, માન, માયા અને લેભ એ કષાયમાં મસ્ત બને છેવિષયમાં તલ્લીન બની પ્રમાદાચારણ કરે છે; કૃણ, નીલ, કાપિત એ લેસ્થામાં રત બને છે, અને એ રીતે માત્ર પૌગલિક સુખ મેળવવા રાતે માતે બની ફરે છે.