________________
૨૬૮
સિદ્ધચક્ર માહામ્ય
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તે તે પદ સાથે લઈને જમ્યા ન હતા. પરંતુ એ બધાએ આ સઘળા પદ અહીંજ પ્રાપ્ત કર્યા હતા. ત્યારે સ્વાભાવિક રીતે જ એવી પ્રેરણા થાય છે કે જે એ ઉત્તમ પદની પ્રાપ્તિને માર્ગ પણ જગતમાંજ છે, તે પછી શા માટે એ માગને જાણીને તેની જ સેવના નહિ કરવી ? હવે એ માર્ગે આગળ વધીએ.
એ માર્ગનું શોધન કરતાં આગળ વધીએ છીએ, ત્યારે ધર્મતત્વના ચાર પદે આપણને જડે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ ચારે તોથી યુક્ત એવો મોક્ષમંદિરે જવાને રસ્તે છે, પણ એ રસ્તે ચારે તત્વથી યુક્ત છે. એમાંનું એક તત્વ બીજા તત્ત્વ ઉપર અવલંબેલું છે એટલે પરિણામે ચારે તરવે સમગ્રરૂપે હિતાવહ છે, તેમાંથી કઈ પણ તવ એકલું લઈ લેવાય, તે તેથી લાભ ન થતાં હાનિ થાય છે. દર્શન ખરૂં, પરંતુ તે સમ્યગ્દર્શન લેવું જોઈએ અને જ્ઞાનથી યુક્ત જોઈએ. જ્ઞાન સાચું પણ તે સમ્યજ્ઞાન જોઈએ. દર્શન અને જ્ઞાન બંને લીધાં; પણ તે બાટલીમાં ભરી રાખેલું અમૃત છે, તેને આસ્વાદ ત્યારેજ આવી શકે છે કે જ્યારે એ અમૃત મેંમાં પડે છે. દર્શન અને જ્ઞાનને અમલમાં મૂકવાનું–તેને સમજી શકાય એવી રીતે વ્યક્ત કરવાનું સ્થાન તે ચારિત્ર છે અને એ જ પ્રમાણે ત્રિગુણથી યુક્ત બની આદરેલું એજ તપ અદ્ભુત સામર્થ્યથી કર્મબંધનને વિનાશ કરે છે. હવે આ ચાર પદમાનું એક પદ પણ અર્થ વિનાનું હોય છે કે ઉત્પાત મચાવી શકે છે તે જુઓ. ધારો કે એક માણસ દર્શન અને ગણે કે પશુવધ કરીને