SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રપદ ૨૪૩ સાગપાંગ વિચાર કરે. બેરીસ્ટર જ્યારે બેરીસ્ટર તરીકે ન્યાયમંદિરમાં કામ કરવાને જઈને ઉભે રહે છે ત્યારે તેને માટે ઠરાવેલ ચકકસ પ્રકારને વેષ પહેરે છે. અહીં ડેસનું-વસ્ત્રોનું મહત્વ છે એ વાત સાચી છે, પરંતુ એ માણસ બેરીસ્ટર તરીકે શોભી જ્યારે શકે છે કે જ્યારે તે બારીસ્ટરી કરવા માંડે છે ત્યારે. બારીસ્ટરી કર્યા વિના એકલો ઝભ્ભો પહેરી લીધે તેથી તે ધારાશાસ્ત્રી કાંઈ શેલી નીકળતું નથી. જૈનશાસન એ વૈજ્ઞાનિક દર્શન છે, આ દર્શનમાં એકલા ગુણની તેમજ એકલા ચારિત્રના વેષની કિંમત હેઈ શકતી નથી. બીજી તરફ એ વાત પણ તેટલીજ વિચારવાની છે કે એકલી ભાવનાની પણ જૈનશાસનમાં કિંમત નથી. એક કસાઈ ખરેખરા હદયથી જૈનતવજ્ઞાનને પુરેપુરૂં વ્યાજબી માનતે હોય, ભાવનાથી તેને પુરેપુરું સ્વીકારતે હોય, પરંતુ આચારમાં ન મૂકે અને વ્યાપારધંધાને નિમિત્ત બકરાં કાપતે રહે, તે જૈનશાસનમાં તે શું પરંતુ વિશ્વના વ્યવહારમાં પણ માન્યતાવાળાનું મૂલ્ય નથી જ ! જનશાસને ભગવાન શ્રી મહાવીર દેવને દીક્ષા પર્યાય ૪૨ વર્ષનો ગ છે અને ગૃહસ્થપર્યાય ૩૦ વર્ષને ગણે છે. હવે જે કે ભગવાનના છેલ્લા બે વરસે તે સાધુના જેવાંજ ગયાં છે; પરંતુ યાદ રાખો કે એ બે વરસે “સાધુ તરીકે ગયાં નથી જ, પરંતુ “સાધુના જેવાં” ગયાં છે અને તેથીજ જૈનશાસને ગૃહસ્થપર્યાયને ૨૮ ને ન ગણતાં ત્રીશને ગયે છે. ભગવાન મહાવીર દેવને
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy