________________
ઉપાધ્યાયપદ
૧૧૯ પછી તમે તે પ્રમાણે આચરણ કરે છે કે નહિ તે જોવાનું કામ સમ્યગદર્શનનું નથી. આંગળીએ ફેલ થયે હેય તે એ આંગળીએ દવા કરાવે કે તેને કાપી નાખે, પરંતુ તે સાથે એટલું યાદ રાખવાની જરૂર છે કે આ આંગળી એ પુદ્ગલેને સંચય છે અને તે આત્માથી પર છે; એવી માન્યતા રાખવી એ પણ કંઈ ખાવાની ચીજ તે નથી. મનરૂપી માંકડું એવું વિચિત્ર છે કે તે આવી માન્યતા કરવાજ દેતું નથી. જ્યાં માન્યતાની વાત આવે છે કે ત્યાં આ મનરૂપી માંકડું દેહાદેડ કરીને ધમાચકડી મચાવી મૂકે છે. જે આ મનરૂપી માંકડું વશ થાય; કરીને ઠેકાણે બેસી જાય તે પછી શરીર એ તે બિચારું ગુલામ છે એટલે માન્યતા રાખવી એ પણ સરળ વાત તે નથીજ. માન્યતા રાખવી આટલી બધી મુશ્કેલ છે એ વસ્તુ શાસ્ત્રકારે જાણતાજ હતા અને તેથી જ શાસ્ત્રકારોએ ચારિત્ર કરતાં સમ્યફત્વની દુર્લભતા વિશેષ છે એમ કહ્યું છે. સમકિત વિનાનું ચારિત્ર એ વારંવાર આવે છે, પરંતુ સમ્યક્ત્વ એ વારંવાર આવતું નથી; સમ્યકત્વ એ બહુ મુશ્કેલ વસ્તુ છે અને તેથી જ શાસ્ત્રકારોએ તેને ચારિત્રથી પણ વધારે દુર્લભ વસ્તુ ગણું છે. સજાની પાત્રતા કયારે સંભવે ?
સમ્યક્ત્વ આટલું મુશ્કેલ છે છતાં સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન છેવટે તે છોકરાના નામાના ચેપડા જેવું છે. સમ્યગુજ્ઞાન અને દર્શન એ હિસાબે સાચા જોઈએ. અર્થાત્ જે સમ્યગજ્ઞાનમાં અને સમ્યગદર્શનના સિદ્ધાંતે