________________
૧૧ પાલક, ચાર કષાયથી મુક્ત; પાંચ મહાવ્રતના ધારક અને પાલક; જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ આઠ પ્રવચન માતાને પાળનાર. આ રીતના છત્રીશ ગુણ સહિત હોય તે આચાર્ય છે. આચાર્યનું કાર્ય પંચાચારમાં શ્રદ્ધા રાખવાનું, તેને આચારમાં મૂકવાનું અને તેને બીજાઓ પાસે પણ શ્રદ્ધા અને આચરણમાં મૂકાવવાનું છે. શ્રી તીર્થકર ભગવતે આચાર્યને ઉચ્ચપદ આપે છે, તેનું કારણ વિચારવાનું છે. શ્રી તીર્થકર ભગવંત ઉપદેશ આપી ધર્મપ્રવર્તન શરૂ કરે છે ત્યારે ગણધરે કે જે આચાર્યો છે તે તેમના ઉપદેશને સૂત્રમાં ગૂંથે છે. આ ઉપરાંત સિદ્ધ અને અરિહંત એ બેની ગેરહાજરીમાં શાસનની ધૂરા આચાર્યો વહે છે. આ જ કારણે તીર્થકર ભગવંતની બાર પર્ષદામાં કેવલીઓનું સ્થાન ગણધર ભગવંત પછી હોય છે. આચાર્ય પછી આવે છે ઉપાધ્યાય, ઉપાધ્યાય ૧૧ અંગ અને બાર ઉપાંગ ભણે અને ભણાવે, આ ઉપરાંત ચરણસિત્તરી અને કરણસિત્તરી પાળે; એમ પચીશ ગુણવાળા ઉપાધ્યાય છે. આ ઉપરાંત ગરછમાંના નવદીક્ષિત, ચીરદીક્ષિત બળદીક્ષિત, લાન, તપસ્વી, અને અન્ય સાધુઓની સંભાળ રાખવાની તેમની જવાબદારી છે. આટલું જ બસ નથી. અવિરત પણે શાસનનાં કાર્યો અને આરાધના થતી રહે તેને પ્રચાર ચાલુ રાખવાનું પણ તેમનું કાર્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, અરિહંત અને સિદ્ધ સિવાયના સર્વ સાધુ સાધુપદમાં સમાઈ જાય છે. જનકલ્પી, વીરકલ્પી, પ્રતિમા ધારી,