________________
૧૦
અરિહંત નથી; પરંતુ જેને તીથ કરનામ કમ ઉદયમાં છે તેજ અરિહંત છે. તેમને આઠ પ્રાતિહાર્યું, ચાત્રીશ અતિશય અને વાણીના પાંત્રીશ ગુણુ એ વધારાનાં હાય છે. આમ તેમને જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મેાહનીય અને અંતરાય એ ચાર ધાતીકર્મોના ક્ષય કર્યાં છે, પરંતુ વેદનીય, આયુષ્ય નામ અને ગેાત્ર એ ચાર અધાતી કમ તેમને સત્તામાં ને ઉદયમાં છે; અને તે પૈકી તીર્થંકર નામકર્મ ઉદયમાં પણ છે. જે તેઓ વેદતા રહે છે. જેના માટે તેમના ભવાથી ઉદ્યમ છે. સિદ્ધ તા એ આઠે કર્મથી મુક્ત છે, અર્થાત્ તેમણે એ આઠેય કર્મને ક્ષય કરેલા છે. આમ ગુણની અપેક્ષાએ સિદ્ધ અધિક હોવા છતાં ગુણમાં ન્યૂન એવા ‘ અરિહંત ’ને પ્રથમપદ શા કારણે તે પ્રશ્ન ઉદ્ભવે તેવા છે. તેનુ નિરાકરણ એ છે કે દરેક કાળે તીર્થંકર અથવા અરિહંત એ ધર્મના માર્ગ ખુલ્લા કરે છે. કેવળજ્ઞાન પામ્યા પછી સિદ્ધનુ સ્વરૂપ ગુરૂતત્ત્વનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, નવતત્ત્વા, ચાર પ્રકારના ધમ, ખારવ્રત, પાંચમહાવ્રત, જીવનું સ્વરૂપ, અજીવનું સ્વરૂપ, પુદ્દગલ સ્વરૂપ, કમ પગલનું સ્વરૂપ આદિ અાવનાર અરિહંત છે; સિદ્ધ નહિ. સિદ્ધ । કૃતકૃત્ય અન્યા છે. તેમને તે કાંઈ કરવાપણું જ નથી. આમ ભ જીવાને અરિહતના ઉપકાર પ્રત્યક્ષ છે, સિદ્ધના નહિ; તે જ કારણે અરિહંત પ્રથમ પદે છે અને સિદ્ધ ખીજે પદે છે. ગુરૂત્ત્વમાં ત્રણ સમષ્ટિના સમાવેશ થાય છે; (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય અને (૩) સાધુ. પાંચ ઇન્દ્રિને કાબુમાં રાખનાર; બ્રહ્મચર્યની નવ ગુપ્તિના ધારક અને