________________
પ્રવચન ૧૯૫ મું
સામાન્યતઃ આ વક્તવ્ય ખરૂં” પણ એકત નહિં તપાધર્મથી કર્મ તૂટે છે. તપશ્ચર્યાથી કર્મ તેડવામાં ન આવે તે તે કર્મો ભેગાવ્યા વિના છૂટકે નથી એ વાત ખરી. જે કરેલાં કર્મને ક્ષય ન થ હોય તે પછી ધર્મનું મૂલ્ય શું?, પ્રતિક્રમણનિંદન, ગહન, પ્રાયશ્ચિત્ત આ બધાં નકામાંજ ને?, આ વસ્તુ તત્ત્વ બુદ્ધિને ઉપયોગ કરે તો સમજાય. દુનિયામાં પણ બુદ્ધિના ઉપયોગ વગર કઈ વાતનું રહસ્ય સમજાતું નથી. એક મનુષ્ય બીજાને કહ્યું કે “મેં નજરે નજર નવાઈ ભરેલું જોયું કે ગધેડે નદીની વચમાં ગયે અને જીવતે બળી મૂઓ.” સાંભળનારને નવાઈ લાગી. નદીના જલમાં ગધેડે બળે શી રીતે?, જ્યારે તપાસ કરી ત્યારે તેમને જણાયું કે ગધેડા, ઉપર ચૂનાની પેઠે હતી, નદીની વચમાં ભાર લાગવાથી ગધેડે ડૂબે, ચૂને પાણીમાં પીગળે અને ચૂનાની આગની બળત્તરથી ગધેડો બળી મુઓ. આ બુદ્ધિગમ્ય–વાત પણ બુદ્ધિ વાપરનારને જરૂર સમજાય. તપશ્ચર્યા ન કરાય તે કરેલાં કર્મો ભેગવ્યા વિના છૂટકે નથી. ભેગવવાં જ પડે એ વાત ખરી, પણ તપથી કર્મો તૂટે છે. નિકાચિતબંધવાળા કર્મો કે જે તપથી પણ ન તૂટે, તેવા કર્મો ભોગવવા જ પડે તે વાત પણ ખરી, અને તપોધર્મ દ્વારાએ કર્મને ક્ષય થાય છે એ વાત પણ ખરી છે.
દુનિયામાં પણ જોઈએ છીએ કે ફાંસીને લાયકને ગુનેગાર પણ ફાંસીની સજા સંભળાયા પછી પણ, અર્થાત્ ફાંસીની સજાને હૂકમ થઈ ગયા પછી પણ, દયાની અરજ કરી શકે છે. અને અધિકારી દયાને અમલ કરી પણ શકે છે. દરેક પ્રાણીને દુઃખને ભેગવટો થાય છે તે તેના પૂર્વકૃત કર્મોના ઉદયથી જ થાય છે. દુઃખનું કારણ જેમ પાપ તેમ તે થયેલાં પાપનું નિવારણ પણ ધર્માનુષ્ઠાનાદિ–તપોધર્મ વગેરે છે ને!
ધમની ભાવના કેવી હોય? અહીં શંકાકાર પ્રશ્ન કરે છે કે- “જૈન દર્શનમાં એવું મન્તવ્ય છે કે ચારે ગતિ તથા પાંચે જાતિ ન હોય તે કઈ મલ ગયે નથી, છે નહિ, અને આવશે પણ નહિ. જ્યારે આ જ સ્થિતિ છે તે પછી કોઈ પણું જીવ પાપ ન કરે, કઈ પણ દુઃખી ન થાઓ, સર્વે જીવ પાપથી મૂફાઓ” આ ભાવનાઓને અર્થ છે?, આખું જગત્ કર્મથી મૂક્ત