________________
અ.
શ્રી આમોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠું કેની તરફ આવવાની , દુખી પ્રત્યે કે સુખી પ્રત્યેક સ્પષ્ટ છે કે દયા રાખી પ્રત્યે આવે છે. હવે દુઃખી એ દુખી શાથી?. પૂર્વકૃત પાપના ઉદયથી જને? જ્ઞાનની દષ્ટિએ દુઃખી એટલે જૂને પાપી, અને ન પાપી એટલે ગુનેગાર. “જે પાપની સજા થવી જ જોઈએ આ ઉચિત હોય, આ વ્યાજબી હોય તે તે દુઃખી એ પૂર્વને પાપી જ છે. તેની પ્રત્યે દયાને સ્થાન ક્યાં રહ્યું ?, એટલે તે પછી દયા, અને અનુકંપાના તો ઊડી જ જવાનાં ને ?, દયા કરવી ક્યાં ?, અનુકંપા કરવી કયાં ?, કરૂણા કરવી કયાં, કે જેણે પૂર્વે પાપે આચર્યા છે, અને તે છે તે પાપનાં કર્મો ઉદયમાં આવવાથી અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખ એ પાપનું ફલ છે. “ગુનેગારને સજા થાય તેમાં આડા અવાય નહિ એવું જ જે મનાય છે તે દુઃખી માત્ર પ્રત્યે દયા રહે જ નહિ, કારણ કે તે બધા પ્રથમના ગુનેગારે છે. દુનિયામાં જેમ ઈચ્છવામાં આવે છે કે કોઈ પણ ગુનેગાર ન બને તેમ શાસ્ત્રકારની દષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ આ ભાવના ઈચ્છવા ગ્ય છે કે “કેઈ પણ જીવ પાપી ન બને, પાપ ન કરે !”
શું પાપીને સજા થવી જ જોઈએ? કોઈ પણ જીવ પાપ ન કરે એ ભાવનાની સાથે બીજી કઈ ભાવના હોવી જોઈએ? કઈ બીજી ભાવના સંગત છે? પાપ કરનાર તરફ ધિક્કાર થાય, પાપ કરનારને સજા થવી જોઈએ, એવી ભાવના થાય તે પછી પ્રથમની ભાવનાને અર્થ જ નથી. પ્રથમની ભાવના સાથે આવી ભાવના સંગત નથી. પાપ કરનારે પાપ ક્યું છે તે ખરૂ પણ પાપ થયું, પાપ થઈ ગયું, પાપ કર્યું, પાપ કરાયું પછી શું? તે એ જીવ પણ દુઃખી ન થાઓ એ ભાવના સંગત છે માટે તેવી ભાવના હેવી જોઈએ. પાપનાં ફલે ભેગવવાં પડે એ ખરું, પણ ભેગવવા જ પડે, ભગવ્યા વિના છૂટકે નહિ જ; એવી થિયરી જૈન શાસનની નથી, જૈન દર્શનને એ સિદ્ધાંત નથી. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે –
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।
कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि ॥ અર્થ –કરેલાં શુભાશુભ કર્મો અવશ્યમેવ જોગવવાં પડવાનાં છે; સેંકડે કલ્પ જાય તે પણ કરેલાં કર્મોને ક્ષય થતું નથી.