________________
પ્રવચન ૧૯૧ મું
૨૯
સિદ્ધરાજને ધમ-વિષયક પ્રશ્ન સિદ્ધરાજ જયસિહ કલિકાલસર્વજ્ઞ–ભગવાન–શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પૂછ્યું: “ભગવદ્ ! ધર્મ કયે કરે?, “બીજા દર્શનવાળાના ગુરુઓને પણ તેણે પૂછયું હતું, જેના જવાબમાં કેઈએ વેદાંત, કેઈએ શૈવ, કેઈએ વૈષ્ણવ ધર્મ એમ સૌએ પિતપતાને ધર્મ બતાવ્યું હતું.
જે હું પણ મ્હારા જૈનધર્મની જ પ્રથમ વાત કરીશ તે એ ધર્મને માગે નહિ આવે” એવું વિચારી તેમણે તમામ ધર્મ આચરવાનું કહ્યું. આચાર્યશ્રીને હેતુ રાજાના ધર્મષને રેકવાને હતે. “બધા ધર્મ આચરવા એ કથનમાં જે વિધાન તે જૈન ધર્મનું જ થયું. કેમકે રાજા જૈન ધમી નહોતો, ઈતર ધમ હતા. ઈતિર ધમની તે તેની આચારસુ હતી જ. વળી વેદાંત, શૈવ, વૈbણવાદિ ધર્મ તરફ તે બીજાઓએ ધ્યાન ખેંચ્યું જ હતું. એટલે એનું ધ્યાન જૈન ધર્મ તરફ ખેંચવાનું હતું. બધા ધર્મ આચરવાનું કહીને આચાર્યશ્રીએ તત્કાલ તે એમ જ જણાવી દીધું કે માત્ર વેદાંત, શૈવ, વૈષ્ણવ ધર્મ આચરવા એમ નહિ પણ જૈન ધર્મનું પણ આચરણ કરવું. આ રીતિએ તેમણે ઈતર રાજાને માર્ગમાં લાવવા, જેમાં જૈન ધર્મ વિધાન ગર્ભિત છે તેવું કથન “બધા ધર્મ આચરવા” એવું કહ્યું. એક માણસ બીજાને કહે છે કે, “મારે સાત પુત્ર છે તથા એક પુત્રી છે; આ હારી સંતતિ છે.”હારે કોને આપવી આ પ્રશ્ન છે?, હવે સ્પષ્ટ છે કે સાત પુત્ર તથા એક પુત્રી એ વર્ણન સંતતિનું કર્યું પણ આપવાનું તે પુત્રીને અંગે જ હેય, કઈ પુત્ર અપાતું નથી, માટે ત્યાં પુત્રીને અંગે જ પ્રશ્ન છે. વિધાન રૂપે ઉત્તર મળે તે વિધાન પુત્રીને જ લાગુ થાય છે.
સિદ્ધરાજ પણ બુદ્ધિમાન હતું. ફરી તેણે પૂછયું, “મહારાજ ; શું બધા જ ધર્મો સાચા ? શું એમ હોઈ શકે ? ” કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આના ઉત્તરમાં જણાવે છે કે –“હે રાજન ! જ્યાં સુધી ધર્મોનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં ન આવે, ધમીની વિશિષ્ટતા ન સમજાય, ત્યાં સુધી એક પણ ધર્મ પરત્વે અરૂચિવાળા ન જ થવું.” સિદ્ધરાજ રાજા છે, અને કલિકાલસર્વજ્ઞગુરુમહારાજા છે.