________________
પ્રવચન ૧૯૦ મું
૨૫
ડે? “ફલાણું દાવામાં આ જ લાભ થશે વગેરે વિચારો ત્યાં ય આવે છે. વીશે કલાક આરંભ–પરિગ્રહમાં રાચવું–માચવું હોય ત્યાં એનું રટણ ગમે ત્યાં આવીને હાજર થાય એમાં નવાઈ શી?, તમારા આત્માને તમે સાચે માનવા તૈયાર છે? તીજોરીમાંથી લાખ રૂપીઆ ચેરાયાનું સ્વપ્ન આવ્યું છે, એ જાણે છતાં તીજોરી ખોલીને જુઓ કે નહિ ?, કહે કે આત્માને સાચો માનવા પણ તૈયાર નથી. આંખ કેઈને પણ યાવત્ માતાને પણ ભરોસે કરતી નથી. માતા આંખ સામે હાથ સ્પર્શ કરે કે તરત આંખ બંધ થઈ જાય છે. આરંભ-પરિગ્રડને અંગે, આપણે બધા એટલા મશગુલ છીએ કે પોતાના આત્માને પણ પિતાને વિશ્વાસ નથી. આટલી હદે આરંભ–પરિગ્રહમાં તલ્લીન બનેલાને પવિત્ર ભાવના આવે કયાંથી આવે તે પણ બિન્દુ માત્ર ! ભાવના, શીલ, તપ ગૃહસ્થનાં બિન્દુ જેટલાં છે. ગૃહસ્થને મુખ્ય ધર્મ દાન છે. ગૃહસ્થ માટે ખરેખર તરવાનું સાધન દાનધર્મ છે. હવે દાન પ્રાસુ=અચિત્ત ચીજ તે સુપાત્રમાં અપાય તે સંબંધી અધિકાર છઠ્ઠા ઉદ્દેશામાં છે. પાપ ગમે છે, પણ પાપી તરીકેની છાપ ગમતી નથી !
સાધુ અપ્રામુક (સચિત્ત) દાન લે તેમાં માત્ર જીવઅદત્ત લાગે છે એમ નથી, પણ ચારે પ્રકારનાં અદત્ત લાગે છે. મેગ્યવયના શિષ્ય-શિષ્યા લેવામાં ગુરુ અદત્ત ગણાયેલ નથી, બાકી ખાનપાનની સચિત્ત વસ્તુ લેવામાં ચાર પ્રકાર અદત્ત લાગે છે. તીર્થકર અદત્ત, જીવ અદત્ત પણ લાગે છે. અને તત્સંબંધી અધિકાર સાતમાં ઉદ્દેશામાં છે.
ગૂને કરવાને સંકેચ હોતું નથી, પણ ગૂનાને દંડની જાહેરાત પણ આકરી લાગે છે; દંડ તે આકરે લાગે જ છે ને! તેલ મરચું ખાવા સારા લાગે છે. ખાંસી, શ્વાસ, દમ વગેરે થયા એટલે એય બાપરે ! શું ચારે અદત્તના સ્વીકારને “અધમ કહે તે રમે રેમ આવેશ આવે છે; પણ એના કરતાં ગૂનો ન કરે, ચારે અદત્તને સ્વીકાર ન કરે, તેલ મરચાં ન ખાવાં, એ જ ઈટ છે. આ જીવને પાપ કરવું ગમે છે, પણ પાપી તરીકે પંકાવવું ગમતું નથી. આથી સત્ય સ્વરૂપ કથનના, અને કથકના હેવી બનાય છે. દર રાજાને શ્રી કાલિકાચા, “તું નરકે