________________ અંતિમ સમયે ઉદ્દબોધન ! ! ! હે જીવ ! એક જાતિમાં અનંત વખત જન્મ્ય, ત્યાં અનેક વેદના સહન કરી બાળમરણથી મર્યો. નરકમાં, હે જીવ ! તે જુદી જુદી પ્રકારની અનેક વેદનાએ સહન કરી તે યાદ કરીને આ વેદના સહન કર. કરવત, કુંભી, કાંટાળા વૃક્ષા, સંબલી, વૈતરણી, વાલુકા, પુલિન વગેરેને યાદ કરીને આ વેદના સહન કર. નરકમાં તેત્રીસ સાગરોપમના કાળની વેદનાઓ જે સહન કરી તો અહી એક ક્ષણની વેદના કેમ સહન કરતા નથી ? દેવલોકમાં રણકાર કરતા કદેરાવાળી અને મોટા નિતંબવાળી ઘણી યુવતીઓ ત્યજી દીધી, માટે આ અશુચિ સ્ત્રીઓમાં માહ ન ક૨. સ્વર્ગમાં વજે, નીલમણિ, મરકતમણિ, જેવી કાંતિવાળા શાશ્વત શ્રેષ્ઠભવને છોડી દીધાં. તો પછી આ જૂના મકાનને છોડી દે અનેકવિધ મણિ, મૌકિતકના સંગ્રહો તથા જાણે ઈન્દ્રધનુષ્ય હોય તેવા રત્નના ઢગલાઓ છોડી દીધા માટે હવે વૈભવમાં રાચ નહિ. દેવીઓના દિવ્ય ભાગ સહિત દેવદૃષ્ય છોડી દીધાં તો હવે અહીંની કથાને બહુ યાદ ન કર, જાણે શ્રેષ્ઠ રત્નથી બનાવ્યું હોય, સુવર્ણ મય હોય, પુષ્પના પરોગથી શોભતું દિવ્ય શરીર છોડયું. હવે ઘડપણવાળ! શરીરને મમતા ન કર હે જીવ ! સ્વર્ગમાં આટલી રિદ્ધિ છે એમ યાદ કરોને તે વિશે નિયાણું ન કરતા, તેનો વિચાર ન કરતો. જેને જે ચગ્ય હશે તેમજ થશે. હે જીવ! આ દેહ અશુચિથી ભરેલા તથા મૂત્ર પિત્ત રૂધિરથી ભરેલું છે. એવા દેહ ઉપર મમતા ન કરે. જીવની સાથે માત્ર પુણ્ય અને પાપ એ બે જવાનાં છે. પરંતુ આ શરીર તો અહી‘જ પડી રહેવાનું છે. ‘કુવલયમાળા'ના ગૂર અનુવાદમાંથી. અનુવાદક આ. હેમસાગર સુરિ