________________
૩૦૮
શ્રી આગમારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે તેને થાળમાં પધરાવી પ્રક્ષાલન કરવું. પછી સુંદર વસ્ત્રથી નિર્જળા કરી, ચંદનાદિક પદાર્થોથી પૂજા કરી, ઉત્તમ સુંગધી પુખે ચઢાવવાં, અને ધૂપ દીપક ત્યાં કરવા. પછી નમસ્કાર કરી આપણે જે ઈચ્છા હોય તેની માંગણી કરવી, એટલે તે વસ્તુ તરત મળી જાય. સજજડ રેગની ક્રિયાઓ કઠણ હોય છે, તે પછી ચિંતામણિની ક્રિયા કઠીન હોય જ. રબારીને “ત્રણ દિવસ ભૂખ્યા રહેવું વગેરે બધી વિધિ કરે અત્યંત આકર લાગે. જૈનના બાળકને ચવિહાર, આયંબિલ, યાવત્ ઉપવાસ કર પણ સહેલે પડે છે. ઈતર કેમને મોટા માણસને એક અબેલ કરવાનું કહીએ તે એક કલાક પણ ભૂખે ન રહી શકે, તે શું કરે?. જયદેવે સહેલી વિધિ બતાવી, છતાં ગેવાળિયાને આકરી લાગી. એક પહાર છાશ વગર કે રેટલો વગર જે ચલાવી ન શકે તેનાથી અદ્રમ શી રીતે બને?
નિપુણ્યકની નિર્માલ્ય-નીતિ-રીતિ. હવે રબારી પોતાની બકરીઓને લઈને ગામ તરફ જાય છે. જયદેવ પણ પાછળ પાછળ જાય છે. ભાવિ શુભાશુભ કર્માનુસાર જીવને બદ્ધિ સૂઝે છે. આ રબારીને પિતાનું કર્મ ફળીભૂત કરવા બુદ્ધિ સૂઝતી નથી. તેથી આ રત્ન રબારીના ઘરમાં કે હાથમાં રહેવાનું નથી. એ બિચારે હીન પુન્યવાળ હેવાથી વિધિ બતાવી, છતાં આરાધવા ઉત્સાહિત થતું નથી. નિપુણ્યકને રત્ન મધું છતાં ટકવાનું નથી. તેથી જયદેવ તેની પાછળ પાછળ જાય છે. તે બીજી વ્યવસ્થા કરે તે વખતે જે હું હાજર હઈશ, તે રત્ન મારા હાથમાં આવી જશે. તેથી તેની પાછળ પાછળ જયદેવ ચાલ્યા જાય છે. અને નિપુણ્યક આત્માઓની નફા વગરની નીતિ રીતિને વિચાર કર્યા કરે છે.
રન અને રબારીના રિસામણ.. હવે ગામ છેટું છે. રઆરી સાથે રસ્તામાં વાત કરનાર કેઈ નથી. રેનને રબારી કહે છે: “અરે મણિ! મારી સ્થિતિ તું બરાબર ધ્યાનમાં રાખજે. આ બકરીઓ મારા જીવન અને કુટુંબને આધાર છે, છતાં તારા માટે બકરી વેચવી પડશે. એક બકરી વેચીને કપુર, ચંદન, ફૂલ,