________________
૨૯ર
શ્રી આગમારક પ્રવચન શ્રેણી વિભાગ અહીં કે ગયે ભવ ન જાણનાર પાસે અનાદિની વાત કરે તેમાં તત્વ શી રીતે નીકળે? આવી વાત કરનારા શ્રોતાઓને સમાધાન આપે છે. એક દાણે હાથમાં લઈએ, હવે તમને પૂછીએ કે આ દાણે કે વાવ્યું? કેણે લ? કયા ખેડૂતે કયા કારમાંથી લાવી કયા ખેતરમાં કયે દિવસે વા.? એ બધું આપણે ભલે ન જાણીએ, છતાં બીજ અંકુર વગર અને અંકુર અગાઉના બીજ વગર ન હોય. તેમ બીજાંકુરની પરંપરા અનાદિથી છે. એની શક્તિના વિચારમાં બીજથી અંકુર અને અંકુરથી બીજ અનાદિથી પરંપરા ચાલુ જ છે. નહિતર અંકુર વગર બીજ થાય છે, અને બીજ વગર અંકુર થાય છે તેમ માનવું પડશે. જેમ બીજ અંકુરની પરસ્પર અવસ્થા સમજવા માટે અનાદિથી ઉત્પત્તિ માનવી પડે છે, તેમ જન્મ પ્રત્યક્ષ છે. તે જન્મ કર્મ સિવાય બને નડિ. કર્મ પહેલાના જન્મ સિવાય બને નહિ. બીજાંકુર ન્યાયે જન્મ કર્મની પરંપરા અનાદિની માનવી જ પડે છે. ઉપરોક્ત નિયમાનુસાર આ જીવ અનાદિથી સંસારસમુદ્રમાં વહી રહે છે. એમ વહેતાં વહેતાં દુર્લભ મનુષ્યભવ અનાયાસે મળી ગયે, યાવત્ પૂર્વનાં પુણ્ય કર્મથી ઉત્તમ કુળ, ક્ષેત્ર, શરીર ઇત્યાદિક ફળ પણ મળી ગયાં. આ દુર્લભ વસ્તુઓ સિદ્ધ થઈ ગઈ,
મનુષ્યભવ પ્રતિ દુલક્ષ હવે સાધ્ય ચીજને અંગે વધારે ઉપદેશની જરૂર છે. ધર્મરનની પ્રાપ્તિ હજુ સાધ્ય છે. ગુણરૂપી વૈભવ હોય તે જ ધર્મરત્ન મેળવી શકાય. તુચ્છ વૈભવવાળા રત્ન ખરીદી ન શકે. તે પછી ચિંતામણિ રત્ન તે ક્યાંથી ખરીદી શકે ? માટે ગુણવૈભવની પ્રથમ જરૂર. શ્રીમંત ઝવેરીના પુત્રને ઝવેરાત જન્મથી હેજે મળી ગયું છે. તેને ઝવેરાત મેળવવાની મુશ્કેલીની ખબર પડતી નથી.
એક વખત અકબર બાદશાહે બીરબલને પૂછ્યું કે “આ ભીખારી આટલે બધે દુર્બલ કેમ છે?” “સાબ, ઉર્ફ ખાનેકું નહીં મીલતા છે બાદશાહ કહે કે “બેવકુફ હે. ખાનેકા ન મલે તે ખાજાકા ભૂક્કા ખાવે, મગર ભૂખ્યા કયું રહે?” ખાજાને ભૂકો ભીખારીને મળે કેટલે, મુશ્કેલ તે બાદશાહને ખબર ન પડે. બાદશાહને અખંડ ખાવું પીરસાય, ભક્કો ન પીરસાય. રાજાને ખાશું મળવું સહેલું છે.