________________
૨૫૬
શ્રી આગદ્વારક પ્રવચન શ્રેણી-વિભાગ ૬ સમજીએ તે જ મનુષ્યપણું રક્ષણ કરવા કટીબદ્ધ થવાય માટે તેની મુશ્કેલી પ્રથમ ધ્યાનમાં લે.
જીવનું મૂળ સ્થાનક
પ્રથમ મૂળ આપણે કયા ભવમાં હતા તે વિચારો. સૂમનિગોદમાં . આપણે એક જગા પર એકલાં રહેલા હતા. આપણે બધાનું મૂળ-ડીયું
એક. કીડી, મંકેડી, ઝાડ બધાનું થડીયું એક. સૂમ નિગોદમાં આપણું દશા શું હતી ? એક સરખા ભાગીદારેની કંપનીમાં લાખ શેર હેરો હોય, તેમાં એક કમાય કે ખૂએ તો બધાએ કમાય ને ખૂએ. એક જણ કમાય ને ૯૯ ખૂએ એવું બનવું મુશ્કેલ પડે. જ્યારે ૯૯૯૯ આગળ મુશ્કેલ તે ૯૯૯૯← આગળ એકને કમાવું તે વધારે મુશ્કેલીવાળું. અહીં પણ પ્રથમ સૂક્ષ્મ નિમેદની કંપનીમાં હતા. ત્યાં એક શરીરનાં અનંતા ભાગીદાર હતા. તે કેવા ભાગીદાર? જગતની ભાગીદારીની કંપની નથી. એ તો દૂર રહ્યું, પણ શ્વાસે શ્વાસની ભાગીદારીવાળી કંપની, રાકની ભાગીદારીવાળી કંપની, જન્મ અને મરણની ભાગીદારીવાળી કોઈ કંપની આ જગતમાં નથી. આપણે તો તેવી ભાગીદારીવાળી કંપનીમાં રહ્યા હતા કે જ્યાં અનંતા એ સાથે જન્મવું, આાર લે, શરીર બનાવવું, શ્વાસોશ્વાસ સાથે લે ને સાથે સાથ મરવું. આવી ભાગીદારીની કંપની જે સૂક્ષ્મ નિગોદ, તેમાં રહ્યા હતા. સાથે રહેવામાં એનું શરીર જુદું ને મારું શરીર જુદું, તેમ પણ નહિ, પણ એક જ શરીર અને તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું, તેમાં અનંતા જેને સાથે રહેવાનું, સાથે શ્વાસોશ્વાસ લેવાને, સાથે જન્મ અને સાથે જ મરવાનું. આવી ભાગીદારી હતી. આવી ભાગીદારી વાળી નિગોદ નામની કંપનીમાં અનંતા કાલ સુધી તો એવી જ સ્થિતિમાં રહ્યા પણ તેમાં એક બે ચાર માત્ર છ બચ્યા. અનંતામાંથી એક કે બેનું બચવું કેટલું મુશ્કેલ? આમ પહેલ વહેલી મુશ્કેલી ત્યાંથી પસાર કરી અનંતા ગઠીયામાંથી એક બે ઝળકી નીકળ્યા.
મનુષ્ય બોલવામાં વકતા હોય, પગે પણ સાબૂત હોય, દષ્ટિ લાંબી હોય અને કાને સાવચેત હોય તે ભૂલ પડેલ મનુષ્ય સહેજે રસ્તે આવી જાય, પણ પગને લૂલે, મોઢાને બેબો, કાનને બહેરે,