________________
૨૫૪
શ્રી આગમોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો
પ્રવચન ૨૩૪ મું અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૧૯૦ના અષાડ સુદી ૧૪. મહેસાણા
सामायिकावश्यकपौषघानि, देवार्चनस्नात्रविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याश्चतुर्मासिक मण्डनानि ।।
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ધર્મોપદેશ કરતાં કહે છે કે આ સંસારમાં આ જીવ કેટલું મેળવી શકે તે તપાસે. જગતમાં રજેરજનું નામું લખી રાત્રે તેને હિસાબ કઢાય છે વળી વર્ષની આખરે સરવૈયું પણ કઢાય છે. મરણની આખરે મિલકત ગણાય છે કે ફલાણે માણસ મરતાં એટલું ધન મૂકી ગયે, પણ આ સંસારમાં અનાદિકાળથી રઝળતા–રઝળતા આવ્યા તેમાં મેળવ્યું શું ? તે જરાએ તપાસ્યું ? કહે કે નહિ જ ! દુકાન-(ધનનો હિસાબ આ આત્મા મેળવવા તૈયાર છે, પણ આ આત્માનો હિસાબ આ આત્મા મેળવતે નથી, કારણ કે તેનું ભણતર ભણ્યા નથી. જેનું ભણતર ભર્યો હોય તેને હિસાબ મેળવેને ! ભણતર અર્થનું-કુકાનું, તેથી તે હિસાબ ગણે છે, પણ આત્મકલ્યાણને હિસાબ ભયે નથી, તે પછી તેને ડિસાબ મેળવે કયાંથી ? કાળી-વાઘરી ૮૦-૧૦૦ વરસને થાય તે પણ કેટલી વિશે સે થાય, તે તેને આવડે નહિઃ શહેરી તે લગીરે વારમાં સમજી જાય. તેવી રીતે આત્મકલ્યાણને હિસાબ સમજવામાં એકેન્દ્રિયથી માંડી ચૌરિન્દ્રિયવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરે બધા કેળ-ગામડીયા જેવા સમજવા. પણ એક શહેરી જ મનુષ્ય સમજવો. તે પણ ન સમજે તો પછી તેને શું કહેવું ? કહે કે તેને શહેરીપણાને એબ લાગે. શહેરમાં રહેનાર શાણો થયે છે, તેમ સંસી પંચેન્દ્રિય પા પામી મનુષ્યપણામાં આવ્યા તે પણ કલ્યાણનો હિસાબ ન સમજે તે પછી એબ લાગે. ત્યાં તે એકેન્દ્રિયથી માંડી ચૌરિદ્રિય સુધી તે અસંસીમાં અજ્ઞાનીપણું હતું, તેને એબ ન ગણાય પણ શહેરી જે અજ્ઞાની હોય તે એબ લાગે. આપણે પણ અસંજ્ઞીપણામાં અજ્ઞાની હતા ત્યાં એબ નહિ, પણ અત્યારે સંક્ષિપચેન્દ્રિય મનુષ્યપણું પામ્યા, આર્યક્ષેત્ર મળ્યું, ગુરુની જોગવાઈ મળી, શાસ્ત્રશ્રવણ મળી ગયું. હવે પછી જે આત્મકલ્યાણને હિસાબ ન ગણે તે તમારી એબ કેટલી જેને એક બે ત્રણ