________________
૨૪૬
શ્રી અગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
પ્રવચન ૨૩ર
પુગલ-પરિણામ તમામ પર્યાપ્તિને આરંભ સાથે જ છે, અને પૂર્ણાહુતિ અનુક્રમે છે.
બીજા કને પલટાવી શકાય છે. પણ
આયુષ્ય કમેને પલટ થતું નથી. શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે, શાસન પ્રવૃત્યર્થે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાં શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુગલ-પરિણમન અધિકાર ચાલુ છે.
જીવની એકેન્દ્રિયયાદિ પાંચ જાત છેઃ ૧ એકેન્દ્રિય ૨ બેઇન્દ્રિય ૩ તેઈન્દ્રિય ૪ ચૌરિન્દ્રિય અને ૫ પદ્રિય. છેવોએ તે તે જાતિમાં પુદ્ગલે ગ્રહણ કર્યા, તેથી પાંચ જાતિના જીવો તે તે અપેક્ષાએ ગણાયા. તેમાં દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બળે ભેદ છે. શકિત મેળવનારા વર્ગને એક ભેદ, અને બીજો ભેદ, જેણે એ શક્તિ (પર્યાપ્તિ) મેળવી છે તે અને તેથી જ શાસ્ત્રકારો તેને જ અપર્યાપ્તા તથા પયોપ્તા કહે છે. આ બંને પ્રકારના જે દરેક ક્ષણે પુદ્ગલે ગ્રડણ કરે છે. ખેરાક તથા હવાના ગ્રહણ કરેલાં પુદ્ગલોને જેમ સાત ધાતુ તથા આઠમાં મળ તરીકે આપણે પરિણાવીએ છીએ, તેવી રીતે જીવ પણ જે કર્મવગણાનાં પુદ્ગલે ગ્રહણ કરે છે, તે દરેક સમયે તેના સાત કે આઠ વિભાગ કરે જ છે. સાત આઠ વિભાગ એમ કેમ કહ્યું ?, આ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે કર્માના સાત વિભાગ તે કાયમ હોય છે, પણ આયુષ્યનો બંધ તે આખા ભવમાં એક જ વખત હોય છે. ભવિષ્યની એક જ જિંદગી આયુષ્ય ભોગવનારી હેય માટે વર્તમાનની જિંદગી એક જ વખત આયુષ્ય વધે. આ ભવમાં જે આયુષ્ય બંધાય તે એક જ જાતનું બંધાય. આયુષ્ય વ્યવસાય પ્રમાણે બંધાય, તેથી તેવા અધ્યવસાય (આયુષ્ય બંધાય તે) આત્માને એક જ વાર થાય. બીજાં કર્મો દરેક ગતિમાં ભગવાય છે, પરંતુ આયુષ્ય તો તે જ ગતિમાં ભગવાય છે, પરંતુ આયુષ્ય બીજી ગતિમાં ન ગવાય. બંધાયેલાં પાપને