________________
ર૩૦
શ્રી આરામે દ્ધારક પ્રવચન શ્રણ વિભાગ છો.
દેહ જેટલી શાહીથી ચૌદમું પૂર્વ લખાયું. દરેક પૂર્વ હાથીની સંખ્યાનું પ્રમાણ બમણું છે. એ રીતે સેળ હજાર ત્રણ વ્યાશી હાથીના દેહ જેટલી શાહીથી ચૌદ જ પૂર્વો લખાયાં છે, આ હાથી તે અહીં દેખાય છે તે દેહવાગે નહિ, ત્યારે?, શ્રઋષભદેવજી ભગવાનના સમયને હાથી લેવે, અગર તે શ્રીમહાવિદેહને હાથી સમજવો મહાવિદેહ ક્ષેત્રમાં સર્વકાલે આયુષ્ય તથા શરીર પ્રમાણે એક સરખું છે અહીં તેમ નથી. અહીં તે ઉત્સર્પિણમાં શરીર પ્રમાણ વધે છે, અને અવસર્પિણીમાં ઉતરે છે.
આહારક શરીર રચવાને હેતુ.
આહારક લબ્ધિને અંગે આ વિષય જણાવવો પડે છે. આવા મહાન પ્રમાણવાળા ચૌદ પૂર્વેનું જેને જ્ઞાન હોય, તેમજ આહારક લબ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણીય કર્મોને આટલી હદે ક્ષય કર્યો હોય, અને જેને તેવી લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તેને આહારક શરીર રચવાની શક્તિ સાંપડે છે. બધા ચૌદ પૂર્વે તેવી લબ્ધિવાળા હેય નહિ. જેને તેવી લબ્ધિ હોય તેને તે ઉપરાંત આહારક નામ કર્મને ઉદયપણ જોઈએ. સંભિન્ન ચૌદપૂવને છાણ-વડીયાએ કરી અનંત ગુણ વૃદ્ધિને જાણનારાને આડારક શરીર કરવાની શક્તિ હોય નહિ, અભિન્ન ચતુર્દશ પૂર્વધને આહારક લબ્ધિ હોય છે. આહારક વણા ગ્રહણ કરી આહારક શરીર રચવાની તેમનામાં શકિત છે. પ્રશ્ન થાય કે આવા મહાજ્ઞાની, ચૌદ ચૌદ પૂર્વ જાણનારાને વળી આહારક શરીર રચવાની શી જરૂર ?, કોઈકે એ જ વખત આવે કે જગત અપકાયથી ભાવિત થાય ત્યારે. પ્રાણીની દયાને પ્રસંગ ઉભે થાય ત્યારે, તેઓ જીવદયા માટે આહારક શરીર બનાવે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર દેવનું સમવસરણ નજરોનજર નિહાળવા માટે, શાસનની સ્થિતિ દેખવા માટે, સૂક્રમ પદાર્થનું અવગાહન કરવા માટે, સૂકમ શંકાનું સમાધાન કરવા ભગવાન પાસે મહાવિદેહાદિ ક્ષેત્રમાં જવા માટે ચૌદપૂવી આહારક-લબ્ધિવાળાએ આહારક શરીર બનાવે છે. મુઠીવાળી રાખીએ તે હાથ મુડે ગણાય. આહારક શરીર સુડાહાથ જેટલું હોય. આ આહારક શરીર પ્રગ–પરિણુત શરીર ગણાય. શ્રી ગણધર મહારાજા