________________
પ્રવચન ર૨૯ મું
૨૨૯ થોડા જ કહેવરાવ્યા હશે ! એક સ્ત્રી જાતિની રગેરગમાં આટલી હદે સમ્યક્ત્વ, એનું રૂધિરાભિસરણ સમ્યકત્વ રંગે રક્ત અને હું પુરૂષ, પરિવ્રાજક છતાં મારા મનની કેવી અસ્થિર હાલત! વંદન હે ભૂરિસૂરિ આ ભગવાનના ચરણ કમલમાં કે જેઓશ્રીએ મને સુલતાના બાનાથી સુદઢ કર્યો !, આથી તે સમ્યકત્વમાં દઢ થયે, આ વાત સુપ્રસિદ્ધ છે. ત્યાર પછી તે અંબડ શ્રાવક તરીકે સુલસાને ત્યાં ગયા છે, પછીનું વર્તન વળી બીજુ જ છે, ઈત્યાદિ વૃત્તાંત જાણીતું છે. આપણે મુદ્દો બીજો છે અને તે હવે આવે છે. જે મુદ્દો સમજાવવા દષ્ટાંત રજુ કરવામાં આવ્યું છે, તે હવે જાઈએ. સમ્યકત્વમાં તે એ દૃઢ થયે પણ કુતુહલ વૃત્તિ કયાં જાય? જમવાના વખતે સે સો ઘેર ભાણું મંડાવતું હતું, અને એકી વખતે દરેક ઘેર વૈકિયરૂપ ધારણ કરી તે જમતે હતા, એ રીતે ચમત્કાર દેખાડતે હતે.
ચૌદપૂર્વને ખ્યાલ
પર્વાધિરાજ પર્યુષણમાં શ્રીક૯પસૂત્ર શ્રવણ કરે છે, તેમાં ચૌદ પૂર્વને ખ્યાલ આપવા શાહીનું પ્રમાણ બતાવ્યું છે, તે યાદ કરે. મહાવિદેહના એક હાથીના દેહ જેટલી શાહીથી પહેલું પૂર્વ લખાયું છે. બે હાથીને દેવ જેટલી શાહીથી બીજું પૂર્વ લખાયું, ચાર હાથીના દેહ જેટલી શાહીથી ત્રીજું પૂર્વ લખાયુ, આઠ હાથીના દેહ જેટલી શાહીથી ચડ્યું પૂર્વ લખાયું, સોલ હાથીને દેહ જેટલી શાહીથી પાંચમું પૂર્વ લખાયું, બત્રીશ હાથીના દેહ જેટલી શાહીથી છઠુ પૂર્વ લખવું, ચસક હાથીના દેડ જેટલી શાહીથી સાતમું પૂર્વ લખાયું એકસે અઠાવીસ હાથીના દેહ જેટલી શાહીથી આઠમું પૂર્વ લખાયું, બસો છપ્પન હાથીના દેહ જેટલી શાહીથી નવમું પૂર્વ લખાયું, પાંચસે બાર હાથીના દેહ જેટલી શાહીથી દશમું પૂર્વ લખાયું, એક હજાર ચોવીશ હાથીના દેહ જેટલી શાહીથી અગીઆરમું પૂર્વ લખાયું, બે હજાર અડતાલીશ હાથીના દેહ જેટલી શાહીથી બારમું પૂર્વ લખાયું, ચાર હજાર છનું હાથીના દેહ જેટલી શાહીથી તેરમું પૂર્વ લખાયું; અને આઠ હજાર એકસે બાણું હાથીના