________________
પ્રવચન ૨૨૫ મું આવ્યા છે તે પ્રભુજીને એ પૂછવા, કે વડીલભાઈ ભરતનું સાર્વભૌમત્વ સ્વીકારવું, કે યુદ્ધ કરવું ?, ભગવાન એ અઠ્ઠાણું ને બીજી જ દિશા બતાવે છે. આ જગતમાં સૌથી અધિક ચંચળ ચીજ વાયુ છે. આ જીવન શ્વાસવાયુના આધારે છે, હવે આવા જીવનવાળા સંસારમાં જીવે ક્યા ભાસે રહેવું ? કઈ છે ગર્ભમાંથી ચાલ્યા જાય છે, કેઈ (બાલ્યવયમાં) જાય છે, કોઈ ભરયૌવને જાય છે, તે કઈ વૃદ્ધાવસ્થા અનુભવીને પણ જાયે છે તે પછી કેઈ ન જાય એમ નથી. જવું, જવું, જવું તે સાચું જ. દુનિયામાં લેણું માટે તે ત્રણ વર્ષ સુધી હક્કની મુદત છે, પણ જીવનને અંગે કાંઈ હકક છે? જ્યાં હક્કને હક્ક નથી ત્યાં નાહક જોયા કરવું ? એક પળ પણ નિરાંત રાખી શકાય તેમ નથી. ત્રીજા આરાના છેડે શ્રી ઋષભદેવજી ભગવાને પિતાના ૯૮ પુત્રોને આ ચંચળ સ્થિતિ જણાવી, તે આપણું જેવાની શી વાત !
ગર્ભ વ્યુત્ક્રાંતિ એટલે ?' સંમૂચ્છિમ્ મનુષ્ય પર્યાપ્ત થઈ શકે જ નહિ. બીજી જાત હોય તે ત્યાં ઓળખાવવા વિશેષણ કહેવું પડે. દેવતામાં સંમૂચ્છિમ નથી. દેવતામાં તથા નારકીમાં માત્ર “ઉપપાત જાત” સ્થિતિ છે, દેવતા ઉપપાતશધ્યામાં ઉત્પન થાય છે, નારકી કુંભમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય માટે ગર્ભજ તથા સંમૂર્ણિમ એવાં બે વિશેષણ, બે પ્રકારે ઉત્પત્તિ હેવાથી કહેવાં પડે. વ્યાકરણમાં એ નિયમ છે કે સૂત્ર રચનામાં જે અદ્ધ માત્રા પણ એછી વાપરવાથી કામ સરે તે તે સૂત્રકારે, “વૃદ્ધાવસ્થામાં પુત્રોત્પત્તિ સમાન ઉત્સવ માને છે, જ્યારે આમ છે ત્યારે “ગર્ભજને બદલે લાંબી માત્રાવાળે “ગર્ભવ્યુત્કાન્તિ’ શબ્દ કેમ રાખે? અહીં વિચારવું જોઈએ. ગમાં માત્ર પર્યાપ્તિ થઈ જાય, એટલે પિતાની મેળે પિષણ મેળવે તેમ નથી. અમુક મુદત સુધી ગર્ભમાં પિષણ જોઈએ. શરીર સંપૂર્ણ થયા પછી પિષણની જરૂર નથી. ગર્ભમાં પરિપકવ દશા જોઈએ. ગર્ભ રહ્યો તે દિવસે શરીર બાંધ્યું, અને અંતમૂહૂર્તમાં બધી પર્યાપ્તિઓ તૈયાર થઈ ગઈ. કેટલાક માને છે કે અમુક મહિનાઓ સુધી જીવ ન આવે તે પછી કેવી રીતે પુદ્ગલે શરીરપણે પરિણમે છે, અથવા પુદ્ગલે
૧૪