________________
પ્રવચન ૨૨૪ મું
૨૦૫
કલ્યાણ ન માનતે હેય, અને “નહિ જાઉં તે માતા-પિતા લડશે એમ ધારીને જાય તે ત્યાં દ્રવ્ય-ધર્મ ખરે, પણ દ્રવ્યધર્મ પણ નિષ્ફળ તે નથી જ, એ પણ ભાવમાં પરિણમવામાં સંભવિત છે. રેડિણીયા ચેરે તે કાનમાં આંગળી રાખી હતી, કે “બે મહાવીરનું વચના સંભળાઈ જાય!” છતાં કાંટો કાઢવા જતાં સંભળાઈ ગયું તે પણ તે પામી ગયે! ધર્મ પામી શક્યો. “મારું કલ્યાણ થાય, પાપથી બચું” આવી ભાવના
જ્યાં હોય ત્યાં ભાવ ધર્મ છે. માબાપ સાથે ન હોય, છતાંય શ્રાવકનાં બચ્ચાં માર્ગમાં જતાં, કોઈને કીડી, મંકેડી મારતાં જુએ, તે તેને કમકમાટી છૂટે છે, તેને રોકવા પ્રયત્ન કરે છે, સામે ન માને તે પોતાને ધ્રુજારી છૂટે જ છે ને! એ શાથી? દયા કુળાચાર આવી છે, પણ તે ભાવરૂપે થાય છે ને ! નકુળમાં અવતરેલાને નિસર્ગ સમ્યક્ત્વ કહ્યું છે, એટલે સ્વાભાવિક સફ– કહ્યું છે. જીવાદિક નવ તત્વને ખ્યાલ એને રાડજ આવી જાય. જ્યાં પૂજા, સામાયિક, પ્રતિકમણ, પૌષધ આદિ આચારે પ્રચલિત છે, એવા જૈનકુળમાં જન્મેલા બાળકે સંવર તથા મેક્ષ તત્ત્વમાં આદરવાળા સહેજે થાય છે. તેમજ પાપથી, આશ્રવથી, બંધથી સહેજે દૂર રહેનારા થાય છે. જે વૈષ્ણવે તમારા પરિચયમાં હોય, તેઓ તે તમારા તત્ત્વોને ઓછેવત્તે અંશે પણ જાણે છે, પરંતુ જે વૈષ્ણવોને બિલકુલ શ્રાવકનો પરિચય ન હોય તેઓ ન જ જાણે. આવાઓ ઉપદેશથી સમકિત પામે, તેને અધિગમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે.
આલંબન વિના ચાલે? શબ્દો વાંચ્યા કે સાંભળ્યા વિના પ્રાપ્ત થતા સમ્યક્ત્વને નિસર્ગ સમકિત કહે છે. હવે જ્યારે એને ખ્યાલ થાય કે, આલંબનની આવશ્યકતા છે, એટલે આલંબનને આદર કરે છે જ. સૂક્ષ્મ નિગોદમાંથી અહીં સુધી તે અવાયું. પણ હવે આલંબન વિના એક ડગલું પણ ચાલે તેમ નથી, એમ થાય એ આત્મા આલંબન રૂપ દેવગુરૂની પૂજા, સેવા, ભક્તિ બહુમાન કરે, કરે અને કરે જ. જેને ક્ષાત્રવટનું મૂલ્ય છે, જેનામાં પાત્ર ખમીર છે, તે તલવારની પૂજા કર્યા વિના રહે? તલવાર સાધન છે, છતાં તેને પૂજે જ. ચકરત્ન સાધન છતાં ચક્રવત્તી જે તેને