________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
શકે છે, પણ તે બેમાં ફરક જરૂર છે, અને જે તે નહિ પણ મહાન ફરક છે. એ ફરકને ગમાર જાણી શકતું નથી, ચેકસી જ તે ફરકને જાણી શકે છે.
જૈન દર્શનના મંગલાચરણમાં જૈનત્વ કેવી રીતિએ રહ્યું છે તે તે સમજનારા જ સમજી શકે. પોતાની જાતના ખ્યાલ વિના તમને ઈષ્ટ સિદ્ધિ થઈ શકશે નમિ. મંગલાચરણ દેવનું હોય, દેવના સ્વરૂપ અને મન્તવ્યને અંગે, જૈનમાં અને ઈતરમાં મહાન ફરક છે. બીજાઓ પોતાના દેવને (ઈશ્વરને) પૃથ્વી, પાણ આદિ યાવત્ મનુષ્યને પણ બનાવનાર, કહોને કે પદાર્થ તથા પ્રાણી માત્રના સૃષ્ટા તેમજ સુખી દુઃખી કરનાર તરીકે માને છે. દુનિયાદારીની મેહજાલથી લેપાયેલને ઈશ્વર તરીકે માનવા જેને હરગીજ (કઈ પણ રીતે) તૈયાર નથી. દુનિયાના પ્રાણીઓ દુન્યવી મહાલમાં ફસાયેલા છે જ, તેમજ રાચી–માચી રહ્યા છે, સુખી-દુઃખી થઈ રહ્યા છે, દરેક સંસારી જીવનું ભવભ્રમણ ચાલુ છે. તેઓને તેમાંથી ઉદ્ધાર કરનાર સહાયક તરીકે જૈને ઈશ્વરને દેવ માને છે. ઉદ્ધારની પ્રવૃત્તિ તે સ્વયમ કરવાની છે. ઈશ્વરને ઈશ્વરપણાના ગુણને કારણે જ જૈને ઈશ્વર તરીકે માને છે.
• હવે ગુણેમાં મુખ્ય ગુણ કયે? આંખ જૂએ છે બધું, પણ કંઈ એ કરી શક્તી નથી. કચરાની ચપટી કે સુવર્ણ સેનામહાર- આદિ તે જોઈ શકે છે પણ તે ધૂળને દૂર કરવાનું કે સુવર્ણને ઉપાડી લેવાનું સામર્થ્ય તેનામાં નથી. ઈટાનિષ્ટનું જ્ઞાન જરૂર આંખ દ્વારા થાય છે કે જેથી ઈષ્ટને પ્રાપ્ત કરી શકાય, અનિષ્ટને ખસેડી શકાય. ઈટ વસ્તુ લેવા તથા અનિષ્ટ વસ્તુ ખસેડવાનું કામ હાથ કે પગનું છે. એ વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પગથી જઈ શકાય અને પગથી કે હાથથી ખસેડી શકાય, લઈ શકાય, પરંતુ ઈષ્ટાનિષ્ટનું જ્ઞાન-ભાન કરાવનાર આંખ જ છે. જીભનું કામ રાંધેલું ગળી જવાનું છે. પરંતુ રાંધનારે રાંધ્યું હોય તે ! રાંધવાનું કામ હાથનું છે, જીભનું નથી. આંખનું કામ ઈષ્ટ તથા અનિષ્ટને દેખાડવાનું છે. આત્માની સ્વહિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થાય કયારે? હિત-અહિતનું ભાન જ્ઞાન દ્વારા થાય ત્યારે જ હિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થઈ શકે. હિતાવહ-કરાવનાર કેવલ (ફક્ત) જ્ઞાન જ છે. આત્મામાં