________________
૧૬૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ ૬ ચૌદ રાજેલેકમાં બીજું નથી, માટે જ તેનું નામ અનુત્તર છે. ચૌદ રાજકમાં ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ અનુત્તર વિમાનની છે. ઊંચામાં ઊંચે એ દેવલેક છે, તેનાથી આગળ બીજે દેવલેક નથી, અને તે પછી આગળ સિદ્ધશિલા છે.
કેટલાકે એમ માને છે કે સિદ્ધશિલા ઉપર જ નથી, પણ નજીકમાં તે પદાર્થ હોવાથી તેનું નામ સિદ્ધશિલા કહ્યું છે. આકાશમાં પદાર્થને દેખાડવા જેમ દષ્ટિને ઝાડની ટોચે પહોંચાડવી પડે છે, અને પછી તે પદાર્થ બતાવાય છે, તેમ અનુત્તરવિમાન આગળ સિદ્ધશિલા સિવાય કઈ ચીજ નથી, અને તેથી કરીને તે સિદ્ધને ઓળખાવાય છે.
સિદ્દો કયાં અને શી રીતે રહ્યા છે? અઢીદ્વીપ ૪૫ લાખ જન લો પહેળે છે, અને તેમાં સિદ્ધશિલા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ૪૫ લાખ જનની છે. સિદ્ધશિલા ઉપર એક યોજન આવે ત્યારે લેકને છેડે આવે. આમાં પાંચ ભાગ નીચેના બાદ થાય, અને તે પછી છઠ્ઠા ભાગમાં તમામ સિદ્ધ રહેલા છે. લાકડાની કાચલીઓ પાણીમાં ડુબાડયા પછી પાણીને જેમ લાકને છેડે તથા કાચલીને છેડે સરખા છે, તેમ સિદ્ધકને ઊંચામાં ઊંચે પ્રદેશ અને લેકના છેડાને આકાશ-પ્રદેશ બંને સરખાં છે. શિલા અને જગ્યા સમાન હોવાથી અનાદિ કાલથી જીવે મોક્ષે ગયા તે ત્યાં રહ્યા છે, વર્તમાનમાં જાય છે, તે ત્યાં રહે છે અને ભવિષ્યકાલમાં જશે, તેઓ પણ ત્યાં જ રહેશે. એમાં બધા સિદ્ધો સમાય ?', એવો પ્રશ્ન ન થાય; કારણકે દીવાની જ્યોતમાં જત સમાય છે કે નહિ ?, તિ એ સ્થળ રેકનારી વસ્તુ નથી. દીપક જગ્યા રોકે છે, પણ જ્યોતિ જગ્યા રેકે જ નહિ. આથી જ સિદ્ધના જ કર્મ રહિત હોવાથી જાતિની જેમ સિદ્ધમાં સમાય છે. દેવકમાં છેલ્લું સ્થાન હોવાથી તેનું નામ અનુત્તર વિમાન છે. બીજે બધે લાઈનબંધ વિમાને છે. પણ અનુત્તરમાં તે માત્ર પાંચ જ વિમાને છે, એ પાંચ વિમાનનાં નામ: ૧ વિજય, ર વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ જગમાં તમામ ઈષ્ટ પદાથેન નામ, અને તેના તમાસ સુખને સંચય કરીએ, તે તે તમામ