________________
પ્રવચન ૨૧૫ મું
૧૫૯ સંસારી જી એકેન્દ્રિયાદિ વિગેરે પાચ પ્રકારના છે, અને એ પ્રકારે પુદ્ગલના પણ પાંચ પ્રકાર થાય છે. પુલના મુખ્ય તે ત્રણ પ્રકાર પ્રથમ જણાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે સ્વભાવ–પરિણત, પ્રગ– પરિણ, અને મિશ્ર-પરિણત. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય) સંબંધમાં પુદ્ગલ–પરિણમન અંગે વિચારણા કરવામાં આવી ગઈ. નીચી સ્થિતિથી ઉચ્ચસ્થિતિ જણાવનારો કમ હય, તેમ ઉચ્ચસ્થિતિથી નીચી સ્થિતિ જણાવનારો ક્રમ પણ હોય છે. અને તે કમ હોય છે. અને તે કમ લઈએ તે ૧ દેવતા. ૨. મનુષ્ય. ૩ તિર્યંચ, નારકી. જે પોતે કરેલા કર્માનુસાર દેવગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં કે નારકગતિમાં ઉપજે છે, અર્થાત્ જીવને તેવાં તેવાં પુદ્ગલનાં પરિણામે પરિણમે છે, તેથી તે તે જીવેને તે તે ગતમાં જવું પડે છે, અને ત્યાં ત્યાં જે જે રહેલાં સુખ દુખ હોય તેને તેણે અનુભવ કરે પડે છે. મનુષ્ય અને તિર્યંચે કરેલાં ચાલુ તીવ્રપપિનાં ફલ ભોગવવાનું સ્થાન નરકગતિ છે. નરકમાં ઉત્પન્ન થવાનું કારણ તીવ્ર પાપ છે. નરકમાં સુધા, તૃષ્ણ, ઠંડી, તાપ વગેરે અસહ્ય દુઃખો ચાલુ જ હોય છે. મનુષ્ય જે સુધા, તૃષા, ઠંડી, તાપ, છેદન,ભેદનથી મરી જાય, તે તમામ વેદનાઓ નારીઓને ચાલુ ભેગવ્યા જ કરવાની હોય છે. નારકીથી છૂટાય નહિ, ઈએ તે પણ મરાય જ નહિ. કરેલાં પાપનાં ફળ ભેગવવાનું આવી જાતનું એક સ્થાન માનવું જ પડે તેમ છે. જેવી રીતે ઉત્કૃષ્ટપાપનું પરિણામ ભેગવવાનું સ્થાન નરક છે, અને તેમાં પણ તારતમ્યાનુસાર નરકની વેદનાઓમાં પણ તારતમ્ય હેવાથી નરક સાત છે. તેવી રીતે ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભેગવવાનું સ્થાન સ્વર્ગ યાને દેવગતિ છે, અને તારતમ્યતાનુસારે ઉત્કૃષ્ટપુણ્યાદિ પણ કાંઈ એક જ પ્રકારના નથી.
જીવદયા (અહિંસા), સત્ય, શાહુકારી, બ્રહ્મચર્ય, સંતેષ, ક્ષમા, સરલતા, નમ્રતા, વિનય, વૈયાવચ્ચ; વગેરે આ તમામ ગુણ એવા છે, કે એમને એક એક ગુણ પણ ઉત્કૃષ્ટપુણ્ય બંધાવે છે. એમને એક એક ગુણ આવી જાય, અને ભલે બીજા ગુણે ન પણ હોય, તે પણ તે ગુણ ઉત્કૃષ્ટપુણ્યબંધનું જરૂર કારણ બને છે. શ્રીજિનેશ્વરદેવની પૂજા, શ્રી ગુરૂવંદન, સાધુસેવાદિ કઈ પણ ગુણ , અને કોઈપણ ગુણની આરાધના