________________
પ્રવચન ૨૧૩ મું
૧૪૫ નજીક આવનારા પર્યુષણ પર્વ અંગે, તે કુળમાં તપશ્ચર્યાની વાતે ચાલે છે. આ વાત કયા સ્વરૂપે. કયા પ્રમાણે, કઈ ઢબે થયેલ હશે, કે જેથી જન્મેલા બાળકનું ધ્યાન ત્યાંજ દોરાય! કહે કે એક જ એ વાત ચાલતી હે, બીજી કોઈ પણ વાત ચાલતી ન જ હોય; તે જ બાળકનું ધ્યાન દોરાય. બાળકના કાનમાં “અષ્ઠમ તપ” ને શબ્દ પડે, પછી જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ છે અને ત્યાંને અપૂર્ણ તપ અહીં પૂરો કર્યો.
આપણે મુદે શ્રાવકના કુટુંબના વાતાવરણને છે. દુનિયામાં કહેવત છે કે “સૂથારનું મન બાવળીએ!' સૂથાર રસ્તે ચાલ્યું જતું હોય તે શું વિચારે?, આ ખેતર કેવું? આ બાવળનું વૃક્ષ કેનું ; આને પાટો તથા થાંભલે સારા થાય વગેરે. એનું મન જ ત્યાં! એ જ રીતે જેના મનમાં ધર્મ રમી રહ્યો હોય તે બીજા પ્રસંગે પણ વિચારે તે ધર્મના જ કરે ને ! છોકરો ફેર ફૂદડી ફરે, પછી ભલે બેસી જાય, તો પણ તેના ચક્કર તે ચાલુ જ હોય છે. જેના મનમાં ધર્મ ઓતપ્રેત થયે હાય, ધર્મ જેને વચ્ચે કે કર્યો હોય તે પછી દુનિયાદારીને ગમે તેવા કામમાં રોકાયે હોય, તે પણ સંસ્કારથી ધર્મના જ વિચારે ચાલતા હોય. વિચારે કે કેવા વાતાવરણે પેલા બાળકને અઠમ કરવાનું મન થયું હશે !
પર્વ આવે ત્યારે આજે શાને વિચાર કરાય છે?
તમારે ત્યાં પર્યુષણમાં વસ્ત્રો, અલંકાર માટે ધમાધમ અને ઝઘડા ! ઘરના જેઠાણી, નણંદ, ભાભી, સાસુ અને વહુ વચ્ચે પર્વ દિવસોમાં ઝઘડા શાના? “એમણે આ પહેર્યું અને મારે નહિ, અગર મારે માટે આવું ?, આજ વાત કે બીજી કાંઈ; પર્વ દિવસમાં વસ્ત્રાલંકાર પહેરવાને પ્રતિબંધ નથી, છૂટ છે, પણ ઝઘડા હેય?, આ તે સ્થિતિ એવી કે પર્યુષણ પહેલાં તે દાગીના દાબડામાં પડી રહેતા હોય, પર્યુષણ આવે ત્યારે દાબડો ઉઘડે, દાગીના નીકળે, અને એના માટે હંસાતસી, ઈર્ષા કલેશ વગેરે થાય. શ્રીયાત્રા-પંચાલકમાં વસ્ત્રાભૂષણની છૂટ આપી છે, તે શાસનભાની દષ્ટિએ સમજવી. વિશેષમાં બીજાને ધર્મનાં ફલનું ભાન થાય, તથા વસ્ત્રાલંકાર ધારણ કરનારના ધર્મપ્રેમને દેખનારને ખ્યાલ