________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ છે જીમાં પણ અનેક ભેદ છે. ગતિના હિસાબે ચાર ભેદ: નારકી, તિર્યંચ, મનુષ્ય, અને દેવતા. જાતિના હિસાબે પાંચ ભેદઃ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરેન્દ્રિય; અને પંચેન્દ્રિય. કાયના હિસાબે છ ભેદઃ પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. ત્રસકાય. એકેન્દ્રિયના આ પાંચ ભેદો છે પૃવીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. ત્રસકાય એટલે હાલતા ચાલતા તમામ જીવે. એકેન્દ્રિયના જીવોને એટલે પૃથ્વીકાયથી યાવતું વનસ્પતિકાયના જીવેને સ્થાવર જીવે કહેવામાં આવે છે. ત્રસકાયમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય; તથા પંચેન્દ્રિય જીવા. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌદ્રિય, જેને વિકલેન્દ્રિય કહેવામાં આવે છે. પંચેન્દ્રિય ના ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. નારકી, મનુષ્ય, તિય"ચ તથા દેવતા માત્ર પચેન્દ્રિય જ છે. તિર્યંચમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌદ્રિય પણ ખરા. ઉપરાંત પંચેન્દ્રિય તિર્યંચ પણ સમજવા પુદ્ગલ સહિત જીવોના આ બધા ભેદ પુદ્ગલની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામકર્મવાળા છે તેવા શરીરપણે પુદ્ગલે પ રણમાવે છે. બેઈન્દ્રિય નામકર્મવાળા જીવે તેવા શરીરપણે પુદ્ગલે પરિણાવે છે, એમ સર્વ જી માટે નામકર્માનુસાર તેવા શરીર મુજબનું પુદ્ગલ પરિણમન સમજી લેવું. સ્પર્ધાદિ પાંચ ઇન્દ્રિયપણે પુદ્ગલે પરિણમાવાય છે, તેથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ છો પાંચ પ્રકારના હેવાથી પુલ-પરિણમન પાંચ પ્રકારે છે એમ સમજવું. ઉત્કૃષ્ટ પાપનું પરિણામ ભેગવવાનું સ્થાન નરક છે. નરક સાત છે. પાપના પ્રમાણની અને રસની ન્યૂનાધિકતાના પ્રમાણમાં પરિણામમાં પણ તથાવિધ ફરક રહે છે જ, અને તે મુજબ નરકનાં સ્થાને પણ અનેક છે. અને તેમાં પણ દરેકમાં તારતમ્યતા અનુસારે એમ માનવું જ પડે છે. નરકના છે તે નારકી–બિચારાઓ કેવલ ત્રાસના ભગવટામાં જ જિંદગી પૂરી કરનારા ! ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન દેવલેક છે. દેવલેકમાં રહે છે તે દેવતા અને તેઓ પુણ્યના ફળના ભગવટામાં આખી જિંદગી ગુજારે છે. બિચારાઓ નારકીના જીને તે દુઃખની પરાકાષ્ઠા છે, અને સમય પણ દુઃખ વગરને નથી. એ દુઃખની કલ્પના પણ હાજા ગગડાવનારી છે, ભયંકર કંપાવનારી છે, એટલે એ