________________
૧૨૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ |
પુદ્ગલાને પકડે છે, ખેંચે છે, ગ્રહણ કરે છે; અને પોતાનામાં પેાતાનાપણે પરિણુમાવે છે. ઘઉંના બીજમાં પડેલું પાણી, ખીજમાં ભળેલુ પાણી, એનું પરિણામ શુ ? ખીજમાં પડેલુ પાણી તેમાં ભળી ગયું, મળી ગયું; એક થઈ ગયું, અને ઘઉંના છોડવાના રૂપે અની ગયુ. કર્માંદયાનુસાર છો પુદ્ગલાને પરમાવે છે. એકેન્દ્રિયા, એઇન્દ્રિયા, તેઇયા, ચીરેન્દ્રય અને પાંચેન્દ્રિયા તમામ જીવે આ રીતે પાંચેય પ્રકારના સંસારી જીવા પુદ્ગલાને લઈને પોતાનાપણે પારેણુમાવે છે. વરસાદ આકાશમાંથી એક સરખા પડે છે, વરસાદના તમામ પાણીનાં અંદુએ એક સરખાં છે, પાણી રૂપે સમાન છે; પરન્તુ જમીન ઉપર પડયા પછી પરિણામ ક્ષેત્રાનુસાર થાય છે. જેવું વાવેતર તેવું અનાજ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રય જીવાઔદારક-પુદ્ગલાને એકાન્દ્રય રૂપે પરિણમવે છે, બેન્દ્રિય જીવો એઇન્દ્રયરૂપે પારણુમાવે છે, તેમજ બધે સમજી લેવુ'. વરસાદ એના એ, પણ વૃક્ષામાં એ જ વૃષ્ટિયેગે ક્યાંક આંખે, કયાંક કેળ, કયાંક દ્રાક્ષ; કયાંક ખજૂર તરીકે પરિણમે છે.
ઉત્કૃષ્ટ-પાપના પરિણામે નરક.
સંસારી જીવામાં વિચિત્રતા ઘણી છે. કુતરાં, બિલાડાં ઘરમાં વિષ્ટા કરી જાય તેને સજા કરવા માટે કાયદો નથી, અને મનુષ્ય તેમ કરે તે ફરિયાદ થાય, અર્થાત્ ઇંડ વગેરેની તેને સજા પણ થાય. એકેન્દ્રિયના ગુન્હા વધારે સમજણુને આશ્રીને છે. વધારે પુણ્ય, વધારે પાપનાં ફળે ભોગવવાનાં સ્થાન માનવાં પડશે. પંચેન્દ્રિયના ભેદ કેટલા?, ચાર એટલે નરક, તિર્યંચ, મનુષ્ય, અને દેવતા. આપણે જોઈ ગયા કે ઉત્કૃષ્ટ પાપ– પરિણામ ભાગવવાનુ સ્થાન નરક, અને ઉત્કૃષ્ટ પુણ્યપરિણામ ભાગવવાનું સ્થાન દેવલાક છે. ઉત્કૃષ્ટ પુણ્યના ભોગવટમાં સંપૂર્ણ ઇન્દ્રિયા હોવી જ જોઈ એ. પાપનાં પરિણામ ભોગવવા ટાઢ, ગરમીની પરાકાષ્ઠાવાળી વેદના જ્યાં છે, તેવી નરક એક નથી, પણ સાત છે. પાપનાં પરિણામમાં વેઢવાનુ શુ? દુઃખ, ભૂખ, તૃષા, ટાઢ, ગરમી છેદન, ભેદન, દહનાદિ; અને મરવાની ઈચ્છા છતાં મરાય નહિ, છૂટાય નહિ, સમયના ય અંતર વિના કેવળ વેઢે જ જવાનું, કેવળ ત્રાસ ભોગવ્યે જ જવાના એ સ્થિતિ નરકની. ઉત્કૃષ્ટ-પુણ્યના પરિણામે દેવલાક,
પુણ્યના પરિણામમાં ભોગવવવાનું શું ?, વૈભવ, સાહ્યબી, સત્તા,