________________
પ્રવચન ૨ ૧૦ સું
૧૨૩
પ્રવૃત્તિઓ જગના ઉપકાર માટે જ છે. એમ શાસ્ત્રો સ્પષ્ટતયા જણાવે છે. કેવલજ્ઞાન થાય કે તરત જ શ્રી તીર્થકરે, તીર્થની સ્થાપના કરે. છે. તારે તે તીર્થ, તીર્થ વિના પ્રાણીઓ તરે કયાંથી? શ્રી તીર્થનીશ્રશાસનની સ્થાપના સમયે ભવ્યાત્માઓના હિતાર્થે એ શાસનના પ્રવાહને વહેતે રાખવા બીજમાંથી વૃક્ષ—વિસ્તારની જેમ ત્રિપદી રૂપ બીજ પામીને. શ્રી ગણધર મહારાજાએ મહાન વિસ્તારવાળી દ્વાદશાંગીની ગુંથણ કરે છે. એ દ્વાદશાંગીમાંના પંચમાંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે, જેમાં છત્રીસ હજાર પ્રશ્નો છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરના મહાસાગરરૂપ પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે.. એટલે પુદ્ગલ–પરિણામ–વિષયક અધિકાર અત્રે ચાલુ છે.
સંસારી જેમાં વિવિધ વિચિત્રતા ગુણદોષનું તારતમ્ય તે પુદ્ગલની વિવિધતાને આભારી છે. જેના મુખ્ય બે પ્રકાર છે, એ તે જાણે છે ને ?, ૧ મેક્ષના, ૨ સંસારીના. કર્મથી સદંતર રહિત, કાયમને માટે કર્મથી મુક્ત, તે મોક્ષના છે, અર્થાત્ સિદ્ધો, અને કર્મ સહિત તે સંસારી છે. કર્મને ઉદય, ઉદીરણ સત્તા, વેદન, આમાંથી કર્મને કઈ પણ પ્રકાર જેને ન હોય તે જ સદંતર કમથી રહિત, એટલે મેક્ષના જીવે છે. દુન્યવી દષ્ટિએ આ જીવને ખ્યાલ આવે કઠીન છે.
કઈ પ્રસંગે, માર્ગમાં જતાં બે ઝવેરીઓ એક રબારીને ત્યાં ઉતર્યા. ત્યાં હાથમાં મેતી વગેરે અંગેને જોતાં, તેઓ પરસ્પર વાત કરે છે કે, “આતે પાણીને દરિયે છે.” પેલે બૂહે રબારી તે પાણી શબ્દ સાંભળી મેતીમાં ચમત્કાર જાણી, લગડાને છેડે પકડી ભીને કરવા જાય છે, અને. અડાડે છે. આ જોઈ ઝવેરીઓ તેની એ દશા પર સ્મિત કરે છે. છેડે તે શું, પણ તાંતણે ય ભી ન થતું હોવાથી તે રબારી પેલા બંને. ઝવેરીઓને જૂઠા ગણે છે. એ બિચારે ખેતીના પાણીની, અને દરિયાના પાણીની વાતને ખ્યાલ કયાંથી કરે?, આથી એને તે એ ગમ્યું જ લાગે. છે. આ રીતે આ જીવ પણ અનાદિથી પુદ્ગલનાં સુખેથી એ ટેવાઈ ગયે છે કે આત્માના સુખની છાયા ઝાંખી પણ મગજમાં આવતી કે ઉતરતી નથી. પેલા રબારીને નદી, કુવા, તળાવ અને દરિયામાં પાણીની શ્રદ્ધા છે, કેમકે તે નજરે નજર નિહાળાય છે, પરન્તુ “મેતીમાં પાણ”