________________
પ્રવચન ૨૦૫ મુ’
૯૫
મહારાજાએ રચેલી શ્રી દ્વાદશાંગીમાં શ્રી ભગવતીજી પાંચમુ અંગ છે. તેના આઠમા શતકના પહેલા ઉરેશાના અધિકાર ચાલે છે. પુદ્દગલ પરિણામને વિષય ચાલી રહ્યો છે. શબ્દાદિ વિષયે પાંચ હોવાથી તેને જાણનાર, તેને ગ્રહણકરનાર ઈન્દ્રિયા પણ પાંચ છે. તેથી જીવાના પણ પાંચ પ્રકાર. કેટલાક જીવા માત્ર સ્પર્શીનેન્દ્રિયવાળા તે એકેન્દ્રિય, કેટલાક જીવા સ્પર્શીનેન્દ્રિય તથા રસેન્દ્રિય ધરાવે તે બેઈન્દ્રિય, એ રીતિએ પંચેન્દ્રિય પર્પત જીવેાના પાંચ પ્રકાર જણાવ્યા. અહીં કોઈને એમ શંકા થાય, કે પાંચ ઈન્દ્રિયને અનુલક્ષીને પાંચ પ્રકાર જણાવ્યા, તે મનને ઉદ્દેશીને છઠ્ઠો પ્રકાર કેમ ન જણાવ્યા ? કેટલાકને મન હાય છે, કેટલાકને નથી હતું, છતાં છઠ્ઠો ભેદ કેમ નહિ? મન એ પણુ જ્ઞાનનું સાધન તે ખરૂ ને ! રસનાથી ખાટા મીઠા વગેરે રસનું. ઘ્રાણેન્દ્રિયથી સુગધ દુર્ગ ધનું, ચક્ષુથી આકાર, વર્ણ, શ્રોત્રથી શબ્દનુ, સ્પર્શીથી ગરમ, ઠંડા વગેરે વિષયનું જ્ઞાન થાય છે, તેમ મનથી પણ જ્ઞાન થાય છે. મનુષ્ય ભલે અહી બેઠા હોય, પણ મુંબઈ, અમદાવાદ, પાલીતાણાની મનથી કલ્પના કરે છે; અરે ત્યાંની શરીઓને પણ કલ્પે છે. ગામ નગર પદાર્થો વિષયાદિની હાજરી ન હાય, અને સંકલ્પ કરવા, કલ્પના કરવી, તે પ્રભાવ મનના છે. સ્વપ્ન શાના આધારે છે ? સ્વપ્નમાં વિષયે બધા દશ્યમાન થાય છે, ઇન્દ્રિયા તા નિદ્રિત છે, પણ તે વખતે વ્યાપાર મનને જ છે.
શ્રુતજ્ઞાનની વિશિષ્ટતા
એ
શાસ્ત્રકાર મહારાજા કહે છે કે, જ્ઞાન પાંચ પ્રકારના છેઃ ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મનઃપવજ્ઞાન અને ૫. કેવલજ્ઞાન. આ પાંચ જ્ઞાનમાં દ્વીપતુ તે માત્ર શ્રુતજ્ઞાન છે. જ્ઞાનના સ્વરૂપની કેવલજ્ઞાન માટુ' ખરૂં, પરંતુ દુનિયાના હિતની અપેક્ષાએ મેટામાં મેહુ સ્વપર પ્રકાશક માત્ર શ્રુતજ્ઞાન છે. કેવલજ્ઞાન પણ શ્રુતજ્ઞાન પછી! આત્મીય દૃષ્ટિએ કેવલજ્ઞાન શ્રેષ્ઠ, દુનિયાની દૃષ્ટિએ શ્રુતજ્ઞાન શ્રેષ્ઠ. ખીજા કેવળી વખતે ઈ દ્રોની હાજરીના નિયમ નથી, પરંતુ શ્રી ગણધરો દ્વાદશાંગી રચે, તે વખતે ઈદ્રોની હાજરી હોય જ. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિરૂપ શાસ્ત્રોની રચના ગણધરો કરે છે. તે વખતે વાસક્ષેપથી ભરેલા વ્રજમય થાય લઈને ઈન્દ્ર