________________
પ્રવચન ૨૦૧ મું
શે? અનંતાનંત જીની હિંસાની છૂટ, આ ઉચિત છે ? અનંતાનંત જીવોની અપેક્ષાએ તે પંચેન્દ્રિયની હિંસા તથા એકેન્દ્રિયની હિંસા સરખી હેવી જોઈએ” શાસ્ત્રમાં નરકના કારણોમાં પંચેન્દ્રિયની હિંસા ગણાવી છે. જીવ હિંસાથી નરકનું આયુષ્ય બંધાય એમ નથી કહ્યું, પરંતુ “પંચેન્દ્રિય જીવની હિંસાથી નરકનું આયુષ્ય બંધાયએમ કહ્યું છેતર્કવાદી કહે છે. શાસ્ત્રની આ વાત સદંતર અનુચિત છે, જરા ય સમુચિત નથી. રત્નની ગાંઠડીના ચેરની આગળ સોયની શાહુકારીની કિંમત શી? અનંતા છની હિંસાની છૂટી રાખી. મુઠ્ઠીભર જીવને હિંસાને ત્યાગ કરનાર વ્રતધારી શી રીતે ગણાય? આ શુષ્ક તર્ક કરનારને શાસ્ત્રકાર જણાવે છે, સમજાવે છે કે એકેન્દ્રિય જીવને, એકેન્દ્રિયપણાને શરીર જેટલા પુણ્યથી મળે છે, તેના કરતાં અનંત ગુણી પુણ્યાઈ વધે ત્યારે બેઈન્દ્રિયપણું મળે છે. તે રીતિએ પંચેન્દ્રિયપણું પર્યત સમજવું. તણખલાની તથા તિજોરીની ચેરીને સરખી ગણાય નહિ. અનંતપુણ્યની રાશિવાળા પંચેન્દ્રિયને નાશ અને એકેન્દ્રિયને નાશ સરખો ગણી શકાય નહિ. વિરાધનાનાં પ્રાયશ્ચિત્ત પણ એકેન્દ્રિયથી લઈને અનુક્રમે ચડતા ચડતા રાખ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ ઈદ્રિયવાળા જીવોની વિરાધના છોડનારને એક બે ત્રણ ચાર પાંચ સંયમ કહ્યા છે. પુણ્યાઈના ભેદને લીધે તેની હાનિની દષ્ટિએ પાપના પ્રમાણમાં પણ ફરક છે, “બધા એક” એમ માની “સરખું પાપ છે એમ નથી. બચાવની દયામાં વિષમતા છે.
નિગોદમાંથી અનાદિ વનસ્પતિમાંથી નીકળીને બાદરમાં આવવાનું થયું, પછી થયું. પ્રત્યેક વનસ્પતિકાયપણું. તેથી પુણ્યાઈ અનંતગુણી થાય ત્યારે બેઈન્દ્રિયપણું સાંપડે. તેથી અનંતગુણ પુણ્યાઈ થાય ત્યારે તેઈન્દ્રિય પણું પ્રાપ્ત થાય. એમ યાવત્ પંચેન્દ્રિયપણા પર્યત સમજવું. આમ પુણ્યાની અધિકતાને લીધે ઉચ્ચ જાતિ મળે છે, માટે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતને કમ રાખે. તર્કવાદી તર્ક કરી પૂછે છે. આ ક્રમ મુજબ શું હવે એ સમજવું કે ચૌરિન્દ્રિયમાંથી નીકળે જીવ પ્રથમ નરકે જ જાય, પછી તિર્યંચ, પછી મનુષ્ય, પછી દેવ થાય? આ કમ સમજ? શાસ્ત્રકાર કહે છે ત્યાં આ ક્રમ નથી. નારકી આદિ પચેન્દ્રિયને અનુક્રમ કહ્યો, તે આગળ વધવાપણાની દૃષ્ટિએ નથી.