________________
વ્યાખ્યાને, જામનગરમાં વંચાએલ ભગવતી સૂત્રનાં ૧૦૫ વ્યાખ્યાને, પાલીતાણાના ૧૯૯૮ ના ચતુર્માસના ભગવતી દેશના સમુચ્ચયના બે ભાગો, સિદ્ધચક્રમહામ્યની બે આવૃત્તિઓ, ત્યાર પછી આગદ્ધારક પ્રવચનશ્રેણી એમ ક્રમસર રનીંગ નંબરો આપી ૧-૨-૩-૪-૫ વિભાગો સંપાહન કર્યા. ચાલુ ૪-૫ વિભાગમાં ૧૩૦ થી ૧૮૫ એટલે કુલ પ૬ પ્રવચને છપાવ્યાં છે, બાઈન્ડીંગ સંયુક્ત કરાવ્યું છે. અંદર કયા વિષયે છે તે અનુક્રમણિકા વાંચવાથી સમજી શકાશે. કેઈક તેવા ગંભીર સ્થળે ન સમજાય તે ગુરુને વેગ મળે ત્યારે સમજી લેવા પ્રયત્ન કરે.
આગમ દ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૪-૫ સંપાદન કરવામાં મને વિશેષ ઉત્સાહ અને સહકાર સુરત નિવાસી પ્રસિદ્ધ ધર્મિષ્ઠ કુટુંબના એક સભ્ય સમ્યગજ્ઞાન-ધ્યાન-રસિક, નિરંતર સ્વાધ્યાય-ગ-પ્રવૃત્ત સુશ્રાદ્ધવર્ય શ્રી પ્રવીણચંદ્ર અમરચંદ ઝવેરીના શુભ પ્રયાસથી શેઠ મોતીશા અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ પાલીતાણાના જ્ઞાનખાતાના સંપૂર્ણ આર્થિક સહકારથી સંપાદન થએલ છે.
આ સંપાદનકાર્યમાં સેવાભાવી વિનયરિગુણાન્વિત મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. તથા સુશ્રાવક શાંતિચંદ્ર છગનલાલ ઝવેરીએ પ્રેસને લગતા કાર્યમાં વખતોવખત સુંદર સહકાર આપેલ છે. બીજા પણ કાર્યોમાં કેટલાકને સહકાર મળે છે તે પ્રશંસનીય અને અભિનંદનીય છે.
પ્રવચનકારના આશય કે શાસથી વિરુદ્ધ કઈ સ્થાન જણાય તે સંપાદકને જણાવી વાચક વર્ગ ઉપકૃત કરશે તે સાભાર પરિમાર્જન કરીશું. વિરુદ્ધ લખાણ બદલ મિચ્છા મિ દુકક.
તા. ૧૦-૧-૭૪. જૈન સાહિત્ય મંદિર
પાલીતાણા
! |
લિ. પૂ. આગમ દ્વારકશ્રીને શિષ્યાણ આ૦ શ્રી હેમસાગરસૂરિ