________________
૪૯
આગદ્ધારક પ્રવચન શ્રેણી. વિભાગ ચોથે હોય ને તે પણવાળું અનિષ્ટ હોય, જે જિનપૂજા માટે વિચાર કરીએ. જોકે જિન પૂજામાં લાભ છે, પણ ત્યાગી થએલાએ પૂજા માટે હિંસામાં પ્રવર્તાવાનું નથી, ધર્મના નામે હિંસાની છૂટી હતું તે ઉઘાડા માથાવાળા સાધુને પણ છૂટી આપતે, તે પાઘડીવાળાને કેમ છુટી આપી ! જે હિંસા જુઠ ચેરી, વ્યભિચાર પરિગ્રહ વિગેરે ધર્મને અંગે છોડવાની વાત થઈ હતી તે શ્રાવક ધર્મને અનુચિત. જેમ જુઠા આદિ એ શ્રાવક ધર્મને અનુચિત કરે, તે ધર્મ સાંખે નહિં, તેમ અહિં પણ શ્રાવક ધર્મને અનુચિતે હિંસા થશે તે ધર્મ સાંખશે નહિં.
કંદમૂળ ભગવાનને ચડાવે તે તે શ્રાવકને ઉચિત નથી. ફળ ફેલમાં હિંસા છે તેમ આ કંદમૂળમાં હિંસા છે. શ્રાવક ધર્મને તે ઉચિત નથી. શ્રાવક ધર્મને અનુચિત હિંસા પૂજાને બાને ચલાવે તે શાસનમાં માન્ય નથી. શ્રાવક ધર્મને ઉચિત એવા આરંભમાં અધર્મ માનવું હોય તે ખોરાક દાન દે તે પણ અધમ માન, હિંસાથી ખોરાક બન્યું. દાનમાં વધારામાં સારું માનતા નથી? પૂજામાં વધારે ફૂલ આવ્યા હતે તે ઠીક હતું, ધૂપ-દીપ વધારે થયા હતે તે ઠીક હતું. ભક્તિથી અમારા આત્મ કલ્યાણને માટે કરીએ છીએ, તે પછી એમાં જેમ થાય તેમ વધારાની બુદ્ધિ રહે, દાન પણ વધારે આપું તો સારું એમ થાય છે. ત્યાં જેમ ભાવની વૃદ્ધિને અંગે વધારે હોય તે વધારે આપું, તેમ અહીં ફલાદિકમાં ભાવની વૃદ્ધિ માટે અધિક આપે તે ઠીક થાય, તેમાં હરકત શું ? વ્યાખ્યાનમાં દૂરથી આવે તેના ભક્તિભાવને વખાણ નહિં, કારણ કે દૂરથી આવનાર ચાલવામાં વધારે હિંસા કરી, નજીકથી આવનારે ચાલવામાં ઓછી હિંસા કરી. અહીં હિંસાનું અનુમોદન નથી. શ્રાવકોચિત હિંસા છતાં શુભ પરિણામથી લાભ છે.
હિંસા કરી છતાં લાભ માનો તે અયોગ્ય હતું, પણ શ્રાવક ધર્મને ઉચિત જે હિંસા તેમાં શુદ્ધ ભાવ રહી શકે છે. અસયંમથી ઉપાર્જન કરેલું કર્મ અને બીજું પણ કર્મ અને શુભ ભાવથી તેડી નાખે. પૂજાના અધિકારમાં જ જૈન શાસન ચલાવી લેતું નથી. ચેરી, અબ્રહા, પરિગ્રહ તે શ્રાવક ધર્મને અનુચિત, માટે તે જૈન ચલાવી લેતા નથી, તેમ અહિં આ હિંસા પણ શ્રાવક ધર્મને અનુચિત હોય તે જૈન શાસન ચલાવી લે નહિં, શ્રાવક ધર્મને અનુચિત જુઠાદિક નહીં ચલાવી લેવામાં આવ્યું. તે ઉચિતમાં નાખી દે તે કમળાવાળે જ નાખી દે.