________________
૭૦
શ્રીગદ્ધારક-પ્રવચન-શ્રેણી સ્થિતિવાળા છે. મનુષ્ય પણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. ત્રણ પલ્યોપમવાળે જન્મથી સમકિતી હોય નહિં. છેલ્લા ૬ મહિનામાં કદાચ સમ્યકત્વ પામે, એટલે સમ્યકત્વ પામ્યા પછી એની જિંદગીમાં નવ પલ્યોપમને વખત આવે નહિં અને બીજાને વધારે આઉખું ન હોય પણ દેવતામાં તેત્રીસ સાગરોપમ સુધીના આયુષ્ય. એક જ સાગર૫મમાં ૩૩૦ કલાકેડ પલ્યોપમ એટલે વખત જાય તે માટે માત્ર નવ પલ્યોપમની વાત છે. જે નવ પલ્યોપમનું આંતરૂં નિકળે તે દેશવિરતિ દેવતાને આવવી જોઈએ, નહિંતર તે નિયમ નહિં. તે કહે છે કે ના, કહ્યું તે બરાબર છે. મોક્ષમાર્ગ ગીરવી મૂકીને દેવલેકે જાય છે
સમ્યકત્વ પામ્યા પછી નવ પલ્યોપમે દેશવિરતિ જરૂર આવે, તે દેવતાને નથી આવતી તેનું શું ? પણ મહાનુભાવ! જે માલને વેચીએ તે બજાર સજજડ હોવાથી લીધા કરતાં દશ ગુણ દામ, અવે પણ માલ ગીરવી મેલ્યા હોય તે કેટલું કમાઈએ ? બજારનો દશ ગુણો ભાવ તેને શું કરે? ગીરવી માલને માલઘણી સાકર કેળાં ન ખાય. તેમ દેવકે જનારા મોક્ષનો માર્ગ ઘરેણે મેલી દેવકે જાય છે. દેવતાના ભવમાં સ્વભાવથી મોક્ષમાર્ગ તરફ વધવાનું થતું નથી. દેવક એટલે રાત્રે પડી રહેવાનું, ચાલનાર મુસાફર કલાકના દશ માઈલ ચાલે, સુઈ ગએલે ત્યાંને ત્યાં જ, તેમ દેવકે ગએલા રાત્રિને વાસ કરીને રહ્યા છે. મેક્ષના મુસાફરને અંગે રાત્રિવાસો રહેલા છે તેથી ૩૩૦ કેડા કેડ પલ્યોપમે પણ નવ પલ્યોપમ જેટલું પણ કામ ન થાય. દેવતા ૩૩૦ કડકડ પલ્યોપમ ત્યાં રહે પણ નવ પલ્યોપમનું સ્ટેશન તેમને મળે નહિં. જેટલું ભગવે તેટલું બાંધે. અંતઃકટાકેટિથી ઓછા થવાને વખત ન આવે. ૩૦ કડાકોડ પલ્યોપમ ચાલ્યા જાય, પણ નવ પલ્યોપમ જેટલું કપાવું જોઈએ તે પણ કપાય નહિં. કલાકના દશ માઈલ ચાલનાર દશ કલાક રહે તે ખેતરવા જેટલી જમીન પણ વધે નહિં. દેવતાને દેશવિરતિનું સ્ટેશન આવતું નથી.
તેમ દેવતા મોક્ષ માર્ગની મુસાફરીને અંગે સૂતેલા મુસાફર છે. માટે ૩૩૦ કડાકોડ પલ્યોપમનું આયુષ્ય ભોગવે તેમાં નવ પલ્યોપમ