________________
પ્રવચન ૬૨ મું
કેવળીને જે બંધ છે તે બંધ જગતમાં કેઈને નથી. પણ તે રસને અંગે જે શાતા બંધાય છે તે રસ અનુત્તર વિમાન કરતાં અનંત ગુ. અનુત્તર વિમાનના દેવતા જે શાતાને રસ અનુભવે છે તે કરતા સગી કેવલી રસ બાંધે ભેગવે તે અનંત ગુ. કદાચ સ્થિતિ અને રસબંધ કષાયથી થાય છે. તે કેવળીને કષાય કયાં છે? પહેલે સમયે બાંધે બીજે સમયે ભેગવે ને ત્રીજે સમયે તૂટી જાય. સ્થિતિ માત્ર સમયની છે. વધારે સ્થિતિ નથી. માત્ર સ્પર્શ થાય અને ખસે. શાને લીધે કહ્યું? કષાય ન હોવાને લીધે. તમે સ્થિતિબંધ ઉડાડી દીધો તેમ કેવળ જ્ઞાનિને કષાય ન હોવાથી રસબંધ ઉડાડી દેવો જોઈએ. કષાયના અભાવથી રસ પણ ઉડાડ જોઈએ. પણ શુભ અશુભ સ્થિતિ બાંધવામાં કારણ કષાય છે, પણ શુભ અશુભ રસમાં કષાય કારણ નથી. ચાહે તે પુન્ય લાંબી સ્થિતિનું ભલે હોય પણ પ્રશસ્ત કષાય તીવ્ર જોઈએ. લાંબી સ્થિતિના બાંધવા હોય તે ત્યાં અપ્રશસ્ત કષાય તીવ્ર જોઈએ. પુન્ય અગ૨ પાપ લાંબી સ્થિતિના બાંધવા હોય તે કષાયની વૃદિધ સાથે સંબંધ રાખશે. પ્રશસ્ત રાગ મંદ તેમ પુણ્ય પ્રકૃતિ મંદ. ચાહે શુભ કર્મ હોય કે, અશુભ કર્મ હોય, બને કષાય સંબંધ વાળા છે. પ્રશસ્ત અપ્રશસ્તમાં ફરક પડશે પણ તીવ્રતા મંદતા સરખી જ જોઈશે. પ્રશસ્ત કષાયની મંદતા તે પુણ્યની સ્થિતિની મંદતા. આ વાત સમજીશું. તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ કેણુ બાંધે?
તીર્થંકર નામકર્મ એ સ્થિતિથી ઉત્કૃષ્ટ કેણ બાંધે? અવિરતિ સમ્યગ દષ્ટિ જેટલી ઉંચી સ્થિતિમાં રહે તેટલે સર્વવિરનિ પ્રમત્ત સાધુપણવાળે સાધુ પણ બાંધે નહિં, જે વધારે કષાયવાળ તીર્થકર નામ કર્મ બાંધનાર હોય તો તે ચેથાવાળે. આથી સ્થિતિની તીવ્રતા તે કષાયની તીવ્રતા ઉપર આધાર રાખે છે. પણ રસમાં તે સંબંધ નથી. અશુભનો રસ કષાયની તીવ્રતાએ, શુભને રસ કષાયની મંદતાએ. શુભ પ્રકૃતિને રસ વધારે કેમ બંધાય? જેમ કષાયની મંદતા તેમ શુભ રસની તીવ્રતા, કષાયની તીવ્રતાને આધીન અશુભ પ્રકૃતિના રસની તીવ્રતા. શુભ રસની તીવ્રતા કરનાર કષાય નહિં, પણ કષાયને અંગે થયેલી મંદતા. કષાયની મંદતા રસની તીવ્રતા કરનાર હોય તે જ્યાં તેરમે ગુણઠાણે કષાયની છાયા નથી, ત્યાં તીવ્રતર રસ બને તેમાં આશ્ચર્ય શું? સંવરના સત્તાવન લે. સંવર એટલે આવતા કર્મને કે તે કયા કમ કે? કહે છે પાપ કરો.