________________
૧૮૨
પ્રવચન ૧૫૩ મું
કુટુંબને કામ લાગે, ધન ખરચ્યું એટલે મારુ અને કુટુંબનુ જીવન જાય, માટે ધન ન ખરચું. પેાતાનું પશુ જીવન, કુટુંબનુ પણ જીવન ગણનારા મનુષ્ય ઉદારતાની વાત આવે તે વખતે કયા વિચારમાં આવે ? ઉદારતા કરા–એમ કહેનારા જાણે મારા અને કુટુંબના ઘાતક લાગે! એ વખતે લક્ષ્મીની ચંચળતા ધ્યાનમાં આવી નથી.
લક્ષ્મી કેવા ઉત્પાત કરાવે છે તેના પણ ખ્યાલ નથી. એ તે દોલત છે. કરવત જતીએ વહેર ને આવતીએ વહેરે. એમ આ લક્ષ્મી એ પણ દાલત. એ ય બાજુ લાત મારે. આવતી છાતીએ લાત મારે ને જતી બરડે લાત મારે. આપણે લક્ષ્મીએ છાતીમાં મારેલી લાત પ્રત્યક્ષ દેખીએ છીએ. લગીર ચાર પૈયા પાસે થયા હ્રાય અને બીજે કહેવા આવે શીખામણુ દેવા આવે તે કેમ થાય ઇં ? અક્કડાઇ શાની આવી ? સામાન્ય અવસ્થામાંથી સારી અવસ્થા થાય તા ? ઝાડ પર ફળ આવે તે ઉલટું નમે. આને લક્ષ્મી આવે તે ઉલટા ઊંચા થાય છે, કારણ લક્ષ્મીએ લાત મારી છે. તેની કળ હજુ વળી નથી. લક્ષ્મી આવી એટલે અભિમાન આવે. જાય ત્યારે પણ લાત મારતી જાય. ત્યાં એક વચન સહન થતું ન હતું. જ્યાં લક્ષ્મી ગઇ ડાય ત્યારે બીજો સત્તર વચન કહે તા પણુ માં ઉંચુ કરે ન.િ આવતાં છાતીએ ને જતાં બરડે લાત મારે છે, તેથી જ ઢેલત નામ છે. શાસ્ત્રકારએ તે માટે કહ્યું છે કે-અર્થાનાં अर्जने दुःख, अर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःख, धिगर्थो दुःखમાનનઃ ॥૨॥ લક્ષ્મીને ઉપાર્જન કરવાની અંદર દુઃખ, ઉપાજ ન તા કરી પણ રક્ષણ કરવું તે પણ દુઃખ, ઉંદરડા ખખડાટ કરે તા દીવા લઈ ચારે બાજુ જોવું પડે. જેને ત્યાં રકમ મૂકી હેાય તેનાં નળીયાં ને મામ બધું જોવુ પડે. એને લાભ થાય તે આપણે રાજી, એને વેપારમાં નુકશાન થાય તે આપણે એરાજી, જેને ઘેર રકમ ધીરાઇ નથી તેને લાભ-નુકશાન થાય તે આપણને વિચાર આવે છે ? હરકાઇના લાભમાં કે નુકશાનમાં આપણને વિચાર માવતે નથી, પણ જેને રકમ ધીરેલી હાય તેના લાભ નુકશાનને આપણે વિચાર કરવા પડે છે. માટે ઉપાન થયા પછી રકમના રક્ષણુમાં પણ પીડા છે. ધન આવે તેએ દુઃખ ને જાય તાએ દુઃખ. ખરેખર દુનિયાને દુ:ખી કરવા માટે જ પૈસે ચ્યા છે. અનđશક્તિના ધણી એવા જીવને દુઃખી કરવાની તાકાત મહુની નથી. એને આ દ્રશ્ય મમત્વ સાધન ઉભું કર્યું. તેથી અનત શક્તિવાળા આત્મા ગુલામ બન્યા. જે પૈસાને અંગે ન ગણીએ પુન્ય પાપ. કુટુંબ સગાવહાલાં ન ગણીએ,