________________
૧૭૬
પ્રવચન ૧૫ર મું જાણે, એટલે સંયમલાયક બને. જે જીવ-અજીવ જીવાજીવને જાણે તે સંજમને જાણે. બધાએ કમ્મર પકડી, તવાર્થ સમજવા જોઈએ. એ નિયમ શİભવસૂરિએ પણ રાખ્યું નથી. જે જીવ-અજીવ જીવાજીવને જાણે તે સંજમને જાણે છે. આવી રીતે સામાન્યથી જીવાજીનું જ્ઞાન હોય તે સંયમ મજેનું છે. એટલી વાત લઈને ચાલીએ છીએ. એમ નહીં, પણ બારમા ગુણઠાણાના છેડે અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન. કેવળજ્ઞાન થવાના પહેલે ક્ષણે અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય તેને સાધુ વીતરાગ નિગ્રંથ માનીએ છીએ. નાસ્તિકને અંદર બીજ બીજ છે, સંયમ એ ભેગની ઠગાઈ છે તે જડને લીધે આ બધું બેલાય છે. તપસ્યાને પીડા માને ને સંયમને ભેગની વંચન માને, કારણ ગયે ભવ ને આવતે ભવ માનતા નથી. તેથી નાસ્તિક શબ્દ સ્વતંત્ર બનાવ્યો. ઈષ્ટ ઈન્દ્રિયના વિષયે તે સિવાય ધરમ જેવી બીજી ચીજ નથી. આવી જે માન્યતા એ જ નાસ્તિકતાની જડ. ગયા ભવમાં પ્રાણને ધારણ કર્યા, ભવિષ્યમાં પ્રાણ ધારણ કરશે ને વર્તમાનમાં પ્રાણ ધારણ કરે છે તેનું નામ જીવ. આ તરીકે વાસ્તવિક માન્યતા નાસ્તિકને હેતી નથી. સકળ કાળમાં સ્થિર માન્યતા કરવી તે આરિતકનું કર્તવ્ય. તેમ સમ્યકત્વ પ્રાપ્તિ ને અનંતજ્ઞાન દર્શન કેવળજ્ઞાન દર્શન સ્વરૂપ અનંતસુખ અનંતવીર્યસ્વ રૂપવાળે જીવ માને તે સમ્યગદષ્ટિની માન્યતા. આ શુદ્ધ થએલે આત્મા, જેમણે જગતને આત્મસ્વરૂપ પ્રગટ કરવાને રસ્તે બતાવ્યું તેમને પરમાત્મા તરીકે માનીએ છીએ. આથી દેવ-ગુરુ તે બન્નેને ધર્મદ્વારા માનવાના છે, તે દેવ ગુરુ અને ધર્મ એ ત્રણ તવમાં મુખ્ય ભાગ ભજવનાર ધર્મત છે. આત્માનું શુદ્ધ સવરૂપ ચિદાનંદમય સ્વરૂપ પ્રગટ કરવું. ને મેલા થવાના સાધનેને કેમ રેકવા? વળી તે આત્માનું સ્વરૂપે નિર્મળ થવાના સાધને કેમ મળે? એ વિચારીએ તે પ્રથમ પગથિયું સામાયિક મળશે. સમતાનો લાભ છે જેમાં તે સામાયિક કહેવાય છે. હવે તેથી નિર્મળતા કયા રૂપે કરે છે એ અધિકાર અગ્રે,
પ્રવચન ૧૫૨ મું
શ્રાવણ સુદી ૭ શનિવાર પૌષધ અને સામાયિક
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ જણાવી ગયા કે સામાયિક એ ચાતુર્માસિક કૃત્યમાં પ્રથમ કૃય છે. બીજાં બધાં કૃત્યે સામાયિકના ઉદ્દેશથી