________________
૧૪૮
પ્રવચન ૧૪૮મું
ઈન્દ્રિયસુખત્યાગની બુદ્ધિ કરાવનાર પ્રથમ કેશુ?
એક કાકડે ગુફામાં સળગાવનાર એ કાકડાની કિંમત નથી, પણ ગુફામાં સળગાવેલે કાકડે જિંદગીને બચાવનાર છે. તેમ જિનેશ્વર કહે તે ભાષા વર્ગનાં પુદગલની કિંમત નથી. અનાદિની આખી બાજી ઉથલાવી તેની કિંમત છે. સ્પર્શ ઈદ્રિયના સુખ માટે બાહ્ય ઇન્દ્રિયના સુખ માટેની પ્રવૃત્તિ હતી? પણ આત્મા તરફ લક્ષ્યવાળે ન હતા, કારણ આ તે આંધળા ભલા, જેને દેખતે દેરી શકે. પણ દારૂડીયાને દેરાતા નથી, પિતાને દેખે નહિં ને દેખતાનું કહેલું માને નહિં. આંધળા દેખે નહિં, પણ કહ્યું માને. આપણે આત્માનું સ્વરૂપ દેખ્યું નથી અને દેખનારા તીર્થંકરાદિકનું કહ્યું માનવું નથી, આપણે તે દલાલ દેખાડે તેવું દેખવું. કાનથી શબ્દ, જીભથી સ્વાદ, નાસિકાથી ગંધ. જે દેખાડે તે દેખવું. આપણે આ પાંચ દલાલને આધીન, એ દલાલ ત્યાં દલાલી કરવા જતા નથી. ભવિષ્યમાં મારી દલાલી કાયમી તેડી દે તેવી ત્યાંની દલાલી છે. આત્માના સ્વરૂપે પ્રગટ કરનાર તરફ જાય તે પરિણામ કયા? મને ઘેર બેસાડશે. મેક્ષે જવાનું થાય તે તેને ઘેર બેસવાનું છે. માટે પાંચ ઇન્દ્રિયે લુચ્ચાઈથી એ દલાલીમાં પડતી નથી. હવે દલાલ બજાર બંધ કરે ત્યાં આત્માને વેપાર બંધ આ દલાલેએ કર્યો છે. જેના દલાલ ફરતા હોય તેને વેપાર ધીકતે ચાલે, તેમ આ પાંચ દલાલેએ આત્મારૂપી ઘરાકને વિષયના બજારમાં ધકેલ્યા છે. પાંચ ઈન્દ્રિયને જથ્થા મોક્ષની ધરમની કેવળીની દલાલી કરતું નથી, પાંચ ઈન્દ્રિાના વિષયની દલાલી કરે છે. અનાદિકાળથી વિષયના બજારમાં ઘમીએ છીએ એને બીજી દિશાનું ભાનજ કયાંથી હોય? એ કેન્દ્રિયપણામાં યાવત્ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય, દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યચપણમાં આ કલાને લીધે વિષયરૂપી બજારમાં જ ફર્યા છીએ. બીજે ખંભાતી તાળાં ઠેકાય છે. અહીં તે વજજરનાં તાળાં ઠેકાયાં છે. અનંત કાળ ગયે પણ આત્માના બજારનું તાળું ખુલ્યું નહિં. એ તાળું માત્ર ત્રણ લેકના નાથ તીર્થંકર ભગવાન ખેલે છે, પછી બધે બજાર ખેલે છે, પણ પ્રથમ તાળું તીર્થકરેજ તેડે છે. સંવર વગરની નિર્જરા હલકી કોટિની છે.
બીજા બજાર તરફ jઠ કરે તે જ એ બજારમાં જઈ શકે. સામી