SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૦૦ મું. [ પપ કહે જ નહિ, વકિલને કંઈ નહિં. બાપ-છોકરાને વારસા માટે કેસ હોય તે એને એ વાદીને વકીલ થાય છે, કામ પડે તે પ્રતિવાદીનો પણ વકીલ થાય. કોર્ટ વાદી–પ્રતિવાદી બનેને વકીલ થવાને માટે ના પાડે છે. છતાં એના એ કેસમાં કોર્ટ છૂટ આપે તે એક કોર્ટમાં વાદીને અને પ્રતિવાદીને વકીલ થાય છે. એને તે વચનની ચતુરાઈના પૈસા મેળવવા છે. તેવી રીતે અહીં વિવાહાદિકમાં હસવા તૈયાર. ગમગીનીમાં રેવા તૈયાર. વચનની ચાલાકીવાળા વકીલની પેઠે ઘડીમાં દિલાસ દેતી વખતે દરેકને કહે છે કે-સંસાર દુઃખની ખાણ છે, નહીંતર જ્ઞાની સંસાર શું કરવા છડી ઘે? પણ કેવળ વકીલાત અને તેથી જ આપણે કઈને કઈ ઘાલી ગયો હોય ને ફરીયાદ ન કરવા દેવી હોય તે પૂર્વભવને લેણદાર હશે અને ઉશ્કેરે હોય તે આવી રીતે આવા નબળા વખતમાં આવા કારણમાં આપેલા પૈસા ન આપે તે ખબર લેવી જોઈએ. આવી રીતે કમાય છે. શા માટે ન આપે? આ પ્રમાણે આપણે જ કહીએ છીએ. સંસારની રંગભૂમિ પર આત્મારૂપ એકટર નાટક ભજવનાર છે. સંસારમાં જુદા જુદા ભવ માટે શાસ્ત્રકારે પણ નાટકરૂપે પ્રતિપાદન કરે છે, તમારા એક જ ભવનું નાટક જુવે. જે વખતે જેવું નાટક ભજવવું હોય તે વખતે તે વેષ તમે ભજવે છે. આ ભવમાં કેવળ વચનની ચતુરાઈથી અનિયમિત પક્ષોના પક્ષકાર બનીને કેવળ નાટક ભજવીએ છીએ. એવી રીતે નાટક ભજવનારને કોરાણે મૂકીએ, નાટકીયા ને તમારામાં ફરક કયાં પડે છે તે તપાસે. નાટકીયાને ફક્ત નોકરી સાથે સંબંધ હોય છે. તમે તે નાટકનો વેષ લઈ બેઠા છે ને તેમાં વલખા મારે છે. નાટકીયે નાટક કરે મહારાણું પ્રતાપનું. નાટકનું પાત્ર હેય, બહેતર કિલ્લાઓ તાબામાં કરે છતાં નાટકીયાના મનમાં કંઈ નહિં. વિચારે તે કિલ્લાએ નથી અને મહારાણા પ્રતાપ પણ નથી. નાટકીયા તરીકે રહે તો ઉપદેશને લાયક. ચાહે વિવાહ થાય કે છોકરો જમે અગર તે અવસરે ધનાઢ્ય હાય, આબરૂદાર હોય તો તે વખતે એક જ વિચાર રાખે કે હું તો માત્ર આયુષ્ય ભોગવવાને નાટકીય અગર તે અને હું તે
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy