________________
આગમ દ્વારક પ્રવચનશ્રેણીને પ્રથમ વિભાગ ભાયખાલા મોતીશા શેઠના દેહરાસરજીને જ્ઞાનખાતા તરફથી પ્રસિદ્ધ થયેલ હતું, જેને આદરપાત્ર આવકાર મળ્યો હતો. બીજો વિભાગ હાલ છપાઈ રહેલ છે, જે ટૂંક સમયમાં બહાર પડશે. ત્રીજો વિભાગ બહાદુરસિંહજી પ્રેસપાલીતાણામાં તરત છપાઈ ગયે, જેથી પ્રથમ પ્રસિદ્ધ કરી શક્યા છીએ.
આગમ દ્વારકશ્રીજીની પ્રવચન પદ્ધતિ-વ્યાખ્યાનશૈલી માટે આગળ તેમનાં વ્યાખ્યાન -પ્રવચનેનાં પુસ્તક છપાઈ ગયાં છે, તેમાં ઘણું જણાવેલ છે. તેમજ આ પુસ્તક વાંચી તેમના માટે અભિપ્રાય પોતે જ કરી લે.
આવાં મેટાં પુસ્તક છપાવવા માટે અનેકને સહકાર મળે, ત્યારે જ કાર્ય પાર પાડી શકાય છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ એવા મારા શિષ્યો મુનિશ્રી અમરેન્દ્રસાગરજી, મુનિશ્રી મણસાગરજી, મુનિ મહાભદ્રસાગરજી, મુનિશ્રી નિર્મલસાગરજી, મુનિશ્રી નદિષેણસાગરજ, મુનિશ્રી જયભદ્રસાગરજી, મુનિશ્રી મહાસેનસાગરજી આદિએ વિવિધ પ્રકારની સેવા આપી, તેમજ કેટલીક સંસ્થાઓ અને સદગૃહસ્થ તરફથી સહાયક અને ગ્રાહક તરીકે સહકાર મળે છે, તે સર્વ અભિનંદનીય છે.
પાલીતાણા-બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી ભાનુચંદ્રભાઈ પિતાના ઘરનું જ કાર્ય ગણું સુંદર અને સફાઈદાર છાપકામ ટૂંક સમયમાં કરી આપવા બદલ ધન્યવાદપાત્ર બન્યા છે.
અંતમાં આ પુસતક વાંચી-વંચાવી દરેક આમા મોક્ષમાર્ગના અસાધારણ કારણરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં વિશેષ ઉદ્યમવંત થાઓ -એ જ હાર્દિક અભિલાષા.
લિ.
આદીશ્વર જૈન ઉપાશ્રય, | રીજડ, વાલકેશ્વર,
મુંબઈ. } સં. ૨૦૨૮, ફા. શુ. ૪
શુક્રવાર
આશદ્ધારક પૂ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના શિષ્ય
આ૦ શ્રી હેમસાગરસૂરિ.