________________
૩૬૮ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી સાધુઓ જ કામ લાગશે. તમે તે બાબત કામ લાગવાના નથી. કેવળ જ્ઞાન થતી વખતે લોકાલોકના રૂપરૂપી તમામ પદાર્થને જાણે છે, છતાં પણ વેષ પહેરે ત્યારે તે ગુણ પૂજાય છે. આ કાયદો આજના અધ્યાભીઓ કહેવડાવનારાઓને બહુ ભારે પડે છે, ને તેઓ આધ્યાત્મિક હોવાને દાવો કરે છે ને અહં પદમાં રહે છે, પણ તેનાથી તે સર્વસ્વ ગુમાવે છે, તે આથી ગૃહસ્થલિંગે જે મેક્ષ માનેલ છે તે આવા સ્વરૂપે માનેલ છે. તેઓને પણ ભાવચારિત્ર તો અવશ્ય આવી જ જાય. જ્ઞાનીએાએ એજ પ્રમાણે તેના માટે નિયમ રાખેલ છે. સૂત્રમર્યાદા એ કોઈના ઘરની નથી. તે તે સર્વજ્ઞ ભગવાને ઘડેલા કાયદાઓ સર્વ કેઈને માટે એક સરખા જ માનવાના છે. આજના આપણા લોકોના જેવું અનિ. યમિત બંધારણને તેમાં જરાએ અવકાશ નથી. તેમાં તે સર્વકાળને. માટે નિયમિત બંધારણ માનવામાં આવે છે. જે બંધારણ પોતે સર્વાશે. પાળે છે ને બીજાને તેમાં જોડે છે. તેમાં ફરજ પાડે છે. તેનાથી ઉલટ. ચાલનાર તે બંધારણ ઘડનાર દરેકને ગુનેગાર છે. સર્વજ્ઞ શાસનને. આ કોયડે કાંઈ જેવો તેવું નથી. તે તે બહુ વિચારણીય છે. તે જેવા તેવા બુદ્ધિવાળાને પ્રાપ્ત થઈ શકતો નથી. સર્વ લોકાલકને જાણનારા કેવળીઓ હોય છે.
એક રાજનું શાસ્ત્રીય પ્રમાણ કેટલું? ચૌદરાજ લેક જેટલી પૃથ્વી છે. તેને માટે પ્રમાણ અનેક પ્રકારના શાસ્ત્રમાં બતાવેલ છે. જેમાંથી એક પ્રમાણ અહીં બતાવવામાં આવે છે. એક દેવતા એક લાખ જેજન સુધી એક ચપટીમાં જાય, તેવી રીતે છ માસ ચપટી બજાવતાં જેટલી પૃથ્વીનું ઉલ્લંઘન કરે, તેટલી પૃથ્વીને એક રાજલક કહેવામાં આવે છે. તેવી ચૌદ રાજ્યલોક પ્રમાણ પૃથ્વી છે. તેમાં રહેલ રૂપારૂપી સર્વભાવને જાણનાર કેવળી ભગવાન છે. અલક અનત છે, તેમાં અરૂપી આકાશ પદાર્થ જ હોય છે. તેને પણ કેવળી ભગવાન પિતાના કેવળજ્ઞાનથી જાણે છે. તે સર્વ લેકાલકને જાણનારા, ત્રણે કાળને જાણનારા, કારણ કે અતીતકાળ અનાતગળ ને વર્તમાનકાળ એમ ત્રણ કાળ છે, થઈ ગએલું જાણે, થતુ જાણે ને થવાનું જાણે-એવા કેવળજ્ઞાનીઓ હોય છે. તે વખતે કોઈ એવો અપૂવ