________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૩૯
નહિં પણ પિતાના કલ્યાણ ખાતર કુટુંબને રોવડાવ્યા, એને કલ્યાણની કેટલી દરકાર હોવી જોઈએ ? જે સાધુએ કલ્યાણ ખાતર માબાપ, બાયડી છોકરાને રેવડાવ્યા તે એક જ વિચારીને કે એ રૂવે તે સ્વાર્થની ખાતર, તેટલા ખાતર મારા પરમાર્થને જ કરૂં એ પાલવે નહિં. એને પરમાર્થ કેટલે વસેલે હે જોઈએ ? એ તમારી માફક રાગવાળો જ હતું, એ માબાપ વિગેરેને ઉકરડે મેલવા તૈયાર ન હતો, રાગ વગરનો ન હતા. ત્યારે એ રાગને કાઢી નાખ્યા. શા માટે કાલ્યો ? એક જ નિશ્ચય થયા કે વૈરાગ્ય અને રાગ બેને સાથે નહીં બને કાં તે વૈરાગ રહે કે રાગ રહે. બેમાંથી વૈરાગ્ય કીંમત માલમ પડ્યો ત્યારે રાગને ભેગ આપે. વૈરાગ્ય ટકાવવા માટે રાગ જ કરે. આથી દુનીયાદારીને રાગ વૈરાગ્ય ખાતર જતો કર્યો. આ મનુષ્ય પાસસ્થા, ઉસત્તા, કુસીલીયા, ખરાબની બતમાં જાય તો પરિણામ ખરાબ આવે. એટલા માટે કહેવું પડ્યું કે રસ્તામાં, જંગલમાં ચેર મળે, ચાર પિતાનું જોર અજમાવવામાં બાકી ન રાખે, શહેરમાં સામે મળે તે કંઈ કરે નહિં, પણ જંગલમાં મળેલા ચેરે એ સર્વથા પ્રકારે ભયંકર હોય. એવી રીતે તમે પણ સાધુ માટે મોક્ષના મુસાફર છે. મુસાફરોએ ચારોથી સાવચેત રહેવું. તમે પણ મેક્ષના મુસાફર હે તો તમારે પણ એ ચોથી સાવચેત રહેવું. ચોરો ધન-માલ લઈ જાય. તમારા આત્માના ગુણને ચોરો લઈ શકતા નથી. પણ આ હલકા વર્તનવાળા એ તે તમારા આત્માના ગુણે લઈ લેવાવાળા છે. તેમાં પણ હજુ ચાર એટલા સારા કે માલ લઈ પિતે તે રાખે છે. તમારું ધન લઈ પિતાને ઘેર રાખે, પણ આ તે એવા ચેર કે ન પીઉં પણ ઢળી દઊં. ખરાબ વર્તનવાળા કુશીલીયા મોક્ષમાર્ગના ચોર, તે ન પીઉં પણ ઢાળી દઊં સાચા ચોર જેવા થાવ તે સારી વાત છે. પાસસ્થા ઉસન્ના પિતે લેવાના નહીં, પણ પિતે ખરાબ વર્તનવાળા અને બીજાને પણ ખરાબ વર્તનમાં મૂકે. તેથી તેમની સાથે ત્રિવિધ સંસર્ગ છેડી દે. સંગ નહીં તેમાં ફરક પડે છે. સંગ હંમેશની સોબત-સંસર્ગ એટલે અડવું. પાસથ્થા ઉસન્ના કુશીલીયા સાથે અડવાનું પણ કરીશ નહિ. બાયડી, છેકરા, માબાપ વિગેરેને રેવડાવીને લીધે વિરાગ્ય પણ ખરાબ સબત થાય તે ટકી શકે નહિં.