________________
પ્રવચન ૯૭ મું.
| [ ૧૯
પિતે આ ભવસમુદ્ર તરવા તૈયાર થએલા અને તરવા માગે છે તેમને મદદ કરવા માટે સદ્ગુરુ છે. એક મૂર્તો એમ ધારે કે મારે મારી જવું છે, જીવવું નથી, માટે તું મને ઝેર આપ. મૂર્ખાએ મૂર્ખાઈથી ઝેરની માગણી કરી છે વખતે તેને ઝેર આપો તે રાજ્ય પામ્યા જેટલું સુખ ગણે છે. ઝેર નથી આપતા તે તે કલ્પાંત કરે છે. તે તે વખત ડાહ્યાનું ઝેર આપવાનું કાર્ય સારું ગણાય ખરું? નુકશાનકારક પદાર્થની માગણી કરી પણ પોતાના ડાહ્યાપણામાં એબ ન લાગે તેટલા ખાતર પણ ઝેર ન અપાય. ડાહ્યાએ અહિતકારી વસ્તુ સારી લાગે તે પણ અપાય નહિં. ઘેર છોકરાને ઉધરસ થાય છે તાવ આવે છે તે વખતે તેલ-મરચાંનું ખાવા માગે છે કે નહિં? અને ન આપે તે રૂવે છે કે નહિ ? ત્યારે તમે ન આપે તેથી તમે બધા નિર્દય ખરા કે નહિં? છતી ચીજે રેવડાવે છો; છતી ચીજે તમે તમારા બચ્ચાં માટે નિર્દય થાઓ છો. અત્યારે ભલે રૂવે પણ આ ચીજ તે એને આપવી જ નહિ. બેર અને જાંબુની કિંમત ઉપર જોવાનું નથી. છોકરાની ભાવિ દશા શી થાય એ જુઓ છો, એ જ વિચાર અહીં આગળ લાવે. આગળના ભાવિ માટે ગુરુ તમને દેખી રહ્યા છે. આ બિચારા વિષય-કષાય-આરંભાદિકમાં વાય-ત્રાય થઈ રહ્યા છે. વિષય કષાય આરંભ પરિગ્રહ પહેલાં તમે સેવ્યા એના લીધે જ તમારા આત્માને ડૂબાડ્યો છે. અત્યારે પણ એ જ સ્થિતિમાં છેઃ પરમ ભગવાન કયા ? જે સંસારના સુખો-મારો માલ-મલીદા પૂરા કરે છે ? છોકરે કોના તરફ જાય છે ? ઉધરસ-તાવ આવતું હોય, તે વખત મામા-માસી જાંબુ આપવાનું કહે તો ત્યાં દોડતા જાય છે. આ જીવ પણ છોકરાની દિશામાં છે. દેવસ્વરૂપ દેખ તે બધે છે, છતાં પણ સેમવાર છે ચાલે ભાયખાલે, રવિવાર છે ચાલે ચિંતામણી પાર્શ્વનાથજીના દહેરાસરે. જે મનુષ્ય એમ ન સમજતા હોય અને દરજ જવું જોઈએ. દર જ નથી જવાતું તે રવિવારે તે જરૂર જવું. આવા માટે આ સવાલ નથી.
કહીનૂર અને કલ્પવૃક્ષની કિંમત સમજે. : જાંબુ દેખી મામી તરફ મન જાય છે તેવી રીતે આરંભ