________________
૧૬ ].
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણું
છે. અપરાધી, આરંભ, અપેક્ષાવાળાની છૂટી રાખી છે. આવી ખુલ્લી બારી બંધ કરવાની ભાવનાવાળાએ વિચારવું જોઈએ કે પાંચમે ગુણઠાણે એક જ દુકાન બંધ કરેલ છે. આગલું બજાર બંધ પણ પાછળ દ્વાર ખુલ્લાં. અહીં સામાયક લઈને બેઠા હોય પણ નગીનભાઈની દુકાને મુનીમ બધું તેમના નામે જમેઉધાર કર્યા જ જાય છે. એવા તમે બારે બજારના બંધમાં કેમ નહિં? બારે બજારના જોખમદાર છે. તમારા આત્મામાં તપાસે તે એકે બજારનું દ્વાર બંધ માલમ પડતું નથી અજીરણ થએલું હોય તે પેટમાં છે છતાં ઓડકાર-છારીઓ ન આવે ત્યાં સુધી જાણી ન શકીએ. લેહી બગડ્યું હોય પણ ફેલાં, ચાંદી ન થાય ત્યાં સુધી માલમ ન પડે તેવી રીતે મિથ્યાત્વાદિ આત્મામાં રહેલા છે તે ન જાણીએ અને ન સાંભળીએ ત્યાં સુધી જિનેશ્વરના વચનમાં થતી અશ્રદ્ધા અને અવિરતિના વિકારને સાક્ષાત્ દૂર કરી ન શકીએ. પચ્ચકખાણ ન ગ્રહણ કરે એ જ અવિરતિને વિકાર. મિથ્યાત્વ, અવિરતિ, કષાય સરખા કર્મના કીચડથી આત્મામાં થએલા વિકારો જ્યારે ફળરૂપે બહાર નીકળે ત્યારે જ જાણી શકો છો. તેવી રીતે વીતરાગ ધર્મ આત્મામાં થયે હેાય તે શી રીતે જણાય ? વસ્તુતઃ કાર્યદ્વારાએ જણાય. જિનેશ્વરે કહેલા સર્વ પદાર્થોની શ્રદ્ધા, સુદેવાદિકની સેવા દ્વારા તમે આત્મામાં રહેલા સમ્યક્ત્યાદિને સમજી શકે છે. દેવાદિકની ભક્તિ એ બહારની ચીજ છે, પણ તે ચીજો નકામી નથી. કસ્તુરીયા મૃગને સુગધ દંટીની જ આવે છે. પણ વાયરે હોય ત્યારે જ સુગંધ આવે છે. શ્વાસ દ્વારા વાયરે આવે, તેવી રીતે ધર્મ એ બહારની ચીજ નથી, પણ દેવાદિકની આરાધના દ્વારા ધર્મ એ પ્રગટ જણાવનાર વસ્તુ છે. દેવાદિકની આરાધના નકામી નથી. મૂળ વસ્તુ ભૂલી ન જવાય એટલા માટે કાળા મહેલના શ્રાવકે ધર્મની કિંમત સમજતા હતા અને તેથી પોતાને અધર્મી કહેતા-માનતા હતા. તે ઉપરથી ધર્મીપણું જાહેર થાય છે. તેને માટે છે તથા કાળે મહેલ કેવી રીતે સમજાય તેનું સ્વરૂપ અત્રે જણાવાશે.